51 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શુક્રવારે શેરબજારમાં મેટલ,ઓટો,રિયાલ્ટી,બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે 1509 પોઈન્ટ ઉછળી 84694 નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે 1360 પોઈન્ટ ઉછાળે 84544 પર બંધ આપ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા ડે 377 પોઈન્ટ ઉછળી 25798 નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે 278 પોઈન્ટ ઉછાળે 25767 પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડે 466 પોઈન્ટ ઉછળી 53643 નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે 373 પોઈન્ટ ઉછાળે ૫૩૫૫૦ પર બંધ આપ્યું હતું.શેરબજારમાં ટોચના 13 સેક્ટરોલ ઈન્ડાઈસિસમાંથી 12 ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
નિફ્ટી એફએમસીજી, ઓટો, રિયાલ્ટી, મેટલ ઈન્ડેક્સ 2% વધ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યો છે.આઈસીઆઈસીઆઈ બેન્ક,એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઉછળ્યો છે.શેરબજારમાં સાર્વત્રિક તેજી વચ્ચે બીએસઈ માર્કેટ કેપ આજે રૂ.472 લાખ કરોડની રેકોર્ડ ટોચે નોંધાયું છે. રોકાણકારોની મૂડી આજે 6.16 લાખ કરોડ વધી છે. ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય શેરબજાર ચીનને ક્રોસ કરી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જેની અસર પણ શેરબજાર પર જોવા મળી છે.
બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટતાં વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ વધી છે. નિફ્ટી ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ MSCI EM માં ચીનને ક્રોસ કરી આગળ નીકળતાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જે ભારતને યુદ્ધના માહોલ વચ્ચે પણ રોકાણ અર્થે સુરક્ષિત દેશ તરીકે દર્શાવે છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ડીગો,લાર્સેન,કોલ્પાલ,હવેલ્લ્સ,શ્રીરામ ફાઈનાન્સ,રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ગ્રાસીમ,એસીસી,લ્યુપીન,સિપ્લા,સન ફાર્મા,ઇપ્કા લેબ,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4059 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1502 અને વધનારની સંખ્યા 2442 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 04 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25767 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25606 પોઇન્ટના પ્રથમ અને 25474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25808 પોઇન્ટથી 25979 પોઇન્ટ, 26008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53550 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53303 પોઇન્ટના પ્રથમ અને 53008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53676 પોઇન્ટથી 53808 પોઇન્ટ,54008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ટીવીએસ મોટર્સ ( 2823 ) :– ટીવીએસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2787 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2770 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2848 થી રૂ.2860 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2888 ઉપર તેજી તરફી ધ્યાન…!! મહાનગર ગેસ ( 1824 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1770 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1844 થી રૂ.1860 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ગ્રાસીમ લીમીટેડ ( 2676 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2707 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2644 થી રૂ.2630 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2730નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ઓબેરોઈ રીયાલીટી ( 1851 ):- રૂ.1888 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1894 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1833 થી રૂ.1808 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1908 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી તે 4.75 થી 5.00% ની રેન્જમાં લવાયો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારતમાં સ્થિર અસર જોવા મળશે કારણ કે વ્યાજ દરમાં વધારો આવશે તેવા સંકેતે જ બજાર પર અગાઉ અસર બતાવી દીધી હતી.ભારત સહિત ઊભરતી બજારોમાં વૈશ્વિક ફંડો, રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ ધોધ વહેતો થવાની પૂરી શકયતા છે. ઊભરતી બજારોમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાથી અને અત્યારે શ્રેષ્ઠ વળતર આપી રહેલાં ભારતમાં ફરી શેરોમાં ખરીદદાર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ રોકાણકારો પોતાનો ફંડ પ્રવાહ ભારત તરફ વાળે એવી શકયતા વ્યક્ત કરી રહ્યા છે.ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે ભારત આશાવાદી જણાઈ રહયું છે.
વ્યાજ દરમાં કપાતની સ્થિતિમાં સામાન્ય રીતે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ નજર દોડાવતા હોય છે. અમેરિકન બોન્ડસ તથા અન્ય એસેટસ પર યીલ્ડસમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ વળવા લાગે છે.વર્તમાન મહિનામાં ઊભરતી બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીસમાં રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધીમાં 2.19 અબજ ડોલર ઠાલવ્યા છે. 3.70 કરોડ ડોલર સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે રહ્યું છે.વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની ધારણાં છે,ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.યુએસ ફેડ પોલિસી બહાર પાડવામાં આવી છે, ત્યારે રોકાણકારો અન્ય ત્રણ કેન્દ્રીય બેંકો, એટલે કે BOJ, BOE અને ચીનના પરિણામો પર નજર રાખશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.