10 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે, ત્યારે અર્થતંત્રની તેજ રફ્તારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર હાલ દરરોજ નવી ઐતિહાસિક સપાટી નોંધાવી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે સ્થાનિક ફંડો તેમજ રોકાણકારો દ્વારા અવિરત ખરીદી ચાલુ રહેતા આજે સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી સાથે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સે 74151.27 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે 22605.00 પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
ફંડોએ બેન્કિંગ શેરોમાં એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક તેમજ આઇટી – ટેક શેરોમાં ટીસીએસ લિ., ઇન્ફોસિસ લિ. તેમજ ફ્રન્ટલાઈન શેરોમાં ભારતી એરટેલ, લાર્સેન લિ. સન ફાર્મા, મહિન્દ્રા & મહિન્દ્રા તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ બેન્કેક્સ, ટેક, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓટો, એફએમસીજી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ 408 પોઈન્ટના ઉછાળા સાથે 74085 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, તેમજ નિફ્ટી ફ્યુચર 168 પોઈન્ટના ઉછાળા સાથે 22602 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 205 પોઈન્ટના ઉછાળા સાથે 48115 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.65% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.91% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, રિયલ્ટી, પાવર, ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3940 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2954 અને વધનારની સંખ્યા 904 રહી હતી, 82 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 19 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેન્ક 2.47%, એક્સિસ બેન્ક 2.28%, ભારતી એરટેલ 2.15%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ 1.87% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.53% વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 1.91%, એનટીપીસી 1.79%, મારુતી સુઝુકી ઈન્ડિયા 0.82%, જેએસડબલ્યૂ સ્ટીલ 0.78% અને ટાટા મોટર્સ 0.43% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.67 લાખ કરોડ ઘટીને 391.29 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓ વધી અને 11 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22602 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22474 પોઇન્ટના પ્રથમ અને 22404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22676 પોઇન્ટથી 22707 પોઇન્ટ, 22737 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48115 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47676 પોઇન્ટના પ્રથમ અને 47606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48303 પોઇન્ટથી 48373 પોઇન્ટ, 48474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસબીઆઈ લાઈફ ( 1526 ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1488 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1474ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1543 થી રૂ.1550 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1560 ઉપર તેજી તરફી ધ્યાન.
ટેક મહિન્દ્ર ( 1277 ) :– ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1244 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1230 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1290 થી રૂ.1300 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
બિરલાસોફ્ટ લિ. ( 774 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.790 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.760 થી રૂ.744 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
એલઆઈસી હાઉસિંગ ( 644 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાયનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.667 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.626 થી રૂ.616 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.676 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા….
ત્રો, દેશના શેરબજારોમાં મિડ-કેપ તથા સ્મોલ-કેપ શેરોમાં વ્યાપક તેજીને પરિણામે માર્કેટ કેપમાં ઝડપી વધારો થયો છે. દેશના શેરબજારમાં ચાલી રહેલી અવિરત તેજીને પરિણામે રોકાણકારોની સંપતિમાં માત્ર આઠ મહિનાના સમયગાળામાં અંદાજીત રૂ.100 લાખ કરોડનો વધારો થવાની તૈયારીમાં છે. પાંચમી જુલાઈ 2023ના રૂ.300 લાખ કરોડનો આંક પાર કર્યા બાદ બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ હાલમાં અંદાજીત રૂ.400 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે. બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ મંગળવારે રૂ.393 લાખ કરોડની નજીક રહી હતી.
શેરોના નવા લિસ્ટિંગ ઉપરાંત અગાઉથી લિસ્ટેડ શેરોના ભાવમાં જોવાયેલા સુધારાને પરિણામે માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બીએસઈ લિસ્ટેડ શેરોની રૂ.50 લાખ કરોડની માર્કેટ કેપ સૌપ્રથમ 2007માં જોવા મળી હતી ત્યારબાદ તેમાં તબક્કાવાર વધારો થતો જોવા મળ્યો છે. રૂ.200 લાખ કરોડની માર્કેટ કેપ ફેબ્રુઆરી, 2021માં જોવા મળી હતી. ભારતીય શેરબજાર હાલમાં ભલે તેજીના માહોલમાં હોય પરંતુ ખાસ કરીને મિડ-કેપ્સ તથા સ્મોલ-કેપ્સમાં ઓવરવેલ્યુએશન ચિંતાનો વિષય કહી શકાય એમ છે તેથી દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.