55 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી હતી. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે ઘટાડો સીમિત બન્યો હતો.
ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં વિદેશી ફંડો, રોકાણકારોની વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં સતત તેજી સાથે કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર ઘટાડા સાથે કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.09% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.12% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફોકસ્ડ આઇટી, રિયલ્ટી, ટેક, એફએમસીજી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4066 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2586 અને વધનારની સંખ્યા 1386 રહી હતી, 94 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લી.1.97%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.92%, આઈટીસી લી. 1.90%, એશિયન પેઈન્ટ 1.80%, એચસીએલ ટેકનોલોજી 0.83%, મારુતિ સુઝુકી 0.77%, ભારતી એરટેલ 0.72%, એકસિસ બેન્ક 0.69% અને બજાજ ફિનસર્વ 0.59 વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ 1.89%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.75%, લાર્સન લી.1.26%, સન ફાર્મા 1.19%, એચડીએફસી બેન્ક 1.16%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.11%, એનટીપીસી લી.1.06%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.00%, ઝોમેટો લિ.0.99% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.83% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23781 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 24088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23676 પોઇન્ટથી 23606 પોઇન્ટ, 23474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50095 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50404 પોઇન્ટના પ્રથમ અને 50474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 49939 પોઇન્ટથી 49808 પોઇન્ટ,49676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( 2449 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2404 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2380 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2474 થી રૂ.2480 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2494 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસીસી લીમીટેડ ( 2014 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1973 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1960 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2033 થી રૂ.2040 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોઈ રિયલ્ટી ( 2270 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2308 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2247 થી રૂ.2230ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2323 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! મુથૂટ ફાઈનાન્સ ( 2187 ):- રૂ.2208 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2217 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2164 થી રૂ.2150 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2230 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના એક અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર એટલે કે 6.4%એ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ 2020-21માં જીડીપી માઇનસ 5.8% રહ્યો હતો. જીડીપી 2021-22માં 9.7%, 2022-23માં 7% અને 2023-24 માં 8.2% રહ્યો હતો. આરબીઆઈએ ડિસેમ્બર 2024 માં જારી કરેલા પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 6.6% રહેશે.આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 6.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર 5.3% રહેશે જે ગત નાણાકીય વર્ષમાં 9.9% હતો તેમજ સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર 5.8% રહેવાનો અંદાજ છે જે ગત નાણાકીય વર્ષમાં 6.4% હતો. ઉલ્લેખનીય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. નાણાકીય 2024-25માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર 3.8% રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં 1.4% હતો. એનએસઓના અંદાજ મુજબ 2024-25માં ભારતીય અર્થતંત્રનું કદ 3.8 ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.