30 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 405.84 પોઈન્ટ ઉછળી 80392.64 ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ 24454.90 ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે.
સાથે સાથે બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ ઉછાળા સાથે 53301.00ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચડાઉન કર્યું છે. રોકાણકારોની મૂડી રૂ.1.19 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ.446.68 લાખ કરોડ પહોંચી છે. બેન્કિંગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી હોવાના અહેવાલના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં ધૂમ તેજી જોવા મળી છે.ફરી બીએસઈ ખાતે બેન્કેક્સ નવી 60720.76 પોઈન્ટ અને ફાઈ. સર્વિસિઝ 11680.75 પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તદુપરાંત હેલ્થકેર ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સ્મોલેકપ અને મીડકેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. કોચિન શીપયાર્ડ, મઝગાંવ ડોક, હુડકો સહિતના પીએસયુ શેર્સ પણ 8% સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
ગુરુવારે શેરબજાર વધીને બંધ થયું હતું જેમાં કોટક બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,ઝાઈડસ લાઈફ,એસીસી,ઈન્ડીગો,ગોદરેજ પ્રોપર્ટી,ટેક મહિન્દ્રા,ટાટા કેમિકલ,ઇપ્કા લેબ,અદાણી પોર્ટસ,સન ફાર્મા,ગ્રાસીમ,ઈન્ફોસીસ,વેદાંત લિમિટેડ, એસબીઆઈ લાઈફ,રિલાયન્સ,વિપ્રો,લ્યુપીન,તોર્રેન્ટ ફાર્મા, હેવેલ્લ્સ,કોલ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,લ્યુપીન,સિપ્લા, અશોક લેલેન્ડ,એશિયન પેઇન્ટ્સ,ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ઓએનજીસી, લાર્સન,જીન્દાલ સ્ટીલ,ડાબર ઇન્ડિયા,ગુજરાત ગેસ, કોટક મહિન્દ્રા. બેન્ક, વિપ્રો, ટીસીએસ,જેવી કંપનીઓના શેરમાં તેજી નોંધાઈ છે.જયારે એચડીએફસી બેંક,ટાટા કેમિકલ,ટીવીએસ મોટર,સન ફાર્મા,રેલ વિકાસ નિગમ લિમિટેડ,ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેર નબળાઈ પર બંધ થયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4021 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1821 અને વધનારની સંખ્યા 2117 રહી હતી, 83 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 184 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 422 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24375 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24240 પોઇન્ટના પ્રથમ અને 24180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24404 પોઇન્ટથી 24474 પોઇન્ટ, 24505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24180 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53189 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52880 પોઇન્ટના પ્રથમ અને 52676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53303 પોઇન્ટથી 53474 પોઇન્ટ,53505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચડીએફસી બેન્ક ( 1737 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1717 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1707 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1753 થી રૂ.1760નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1770 ઉપર તેજી તરફી ધ્યાન.
સન ફાર્મા ( 1564 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1574 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1530 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1538 થી રૂ.1590 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ટાટા કોમ્યુનિકેશન ( 1887 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.1909 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1870 થી રૂ.1855 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1920 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
કોટક બેન્ક ( 1837 ):- રૂ.1863 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1870 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1818 થી રૂ.1808 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1884 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, હવે બજેટ ફીવરમાં બજારમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો હોઈ બજારમાં આગામી દિવસોમાં ઊંચા મથાળે વિક્રમી તેજીને વિરામ આપવામાં આવે એવી શકયતા રહેશે. બજેટની કવાયત વચ્ચે ચોમાસાની પ્રગતિ હાલ તુરત ધીમી રહેતાં અને દેશ, દુનિયામાં હિટવેવની આગામી દિવસો, વર્ષમાં કૃષિ પાક પર કેટલી અને કેવી માઠી અસર પડી શકે છે, એના અનુમાનોને લઈ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જેથી વૈશ્વિક અસરોની સાથે ભારતમાં ચોમાસું હવે સામાન્યથી સારૂ રહેશે કે પછી નબળું પડશે એના અંદાજો-અનુમાનો પર આગામી દિવસોમાં બજારની નજર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાથી પક્ષોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને મોદી સરકારની આર્થિક નીતિઓને આગળ વધારવાના કરેલા મક્કમ નિર્ધારને જોઈ ભારતની ગ્રોથ સ્ટોરી બુલેટ વેગી જોવાશે એનો અંદેશો મેળવી ગયેલા ફોરેન ફંડોએ પણ રહી ગયાના અફસોસમાં હવે શેરોમાં જંગી ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ભારતીય શેર બજારોમાં 4, જૂન બાદ ઐતિહાસિક રેકોર્ડ તેજી જોવાશે એવી કરેલી આગાહી સચોટ પૂરવાર થઈ ભારતીય શેર બજારોમાં નિરંતર નવો ઈતિહાસ રચાતો જોવાઈ રહ્યો છે.
આ સાથે સેન્સેક્સને 80300 અને નિફટીને 24400ની સપાટી પાર કરાવી નવી ઊંચાઈએ મૂકી દીધા છે.ચોમાસાની પ્રગતિ ધીમી રહ્યા બાદ હવે દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની સારી પ્રગતિને જોતાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની હાલ તુરત શકયતા છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.