29 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી હતી.ચાઈનામાં પાછલા દિવસોમાં સ્ટીમ્યુલસ પેકેજ બાદ આવેલી રિકવરી છતાં ચાઈનાના બજારોએ આર્થિક રિકવરી માટે હજુ મોટું સ્ટીમ્યુલસ-રાહત પેકેજ જરૂરી હોવાની માંગ કરતાં ચાઈનીઝ બજારોમાં આજે ફરી કડાકા વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ઉછાળે ફરી આંચકા આવ્યા હતા. ચાઈના ગમે તે ઘડીએ પેકેજ જાહેર કરે એવી એક શકયતા અને બીજી તરફ ઈઝરાયેલ દ્વારા પણ ગમે તે ઘડીએ ઈરાનને તેના પરના મિસાઈલોના હુમલાનો જવાબ આપવામાં આવે એવી શકયતાએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાનું મહારથીઓ, ફંડોનું માનસ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.
સેન્સેક્સ 144 પોઈન્ટના ઉછાળા સાથે 81611 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 34 પોઈન્ટના ઉછાળા સાથે 25117 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 407 પોઈન્ટના ઘટાળા સાથે 51780 પોઈન્ટના સ્તરે બંધ થયો.શેરબજારમાં ગત સપ્તાહે કરેક્શન નોંધાયા બાદ હવે ફરી સ્થિર બન્યા છે.ફેડરલ રિઝર્વની મીટિંગ મિનિટો અને સપ્ટેમ્બરના ફુગાવાના ડેટા અને કમાણીની સીઝન પહેલા એસ એન્ડ પી 500 અને ડાઉ વિક્રમી ઊંચાઈએ બંધ થતાં બુધવારે વોલ સ્ટ્રીટના શેરોમાં વધારો થયો હતો.એશિયન શેરોમાં ગુરુવારે વધારો થયો હતો કારણ કે યુએસ શેરોએ ફુગાવાના ડેટાની આગળ નવી ઊંચી સપાટી બનાવી હતી જે આગામી મહિનાઓમાં ફેડરલ રિઝર્વની નીતિ હળવીને વ્યાખ્યાયિત કરી શકે છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી એન્ટર.,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,વોલ્ટાસ,ભારત ફોર્જ, કોલ્પાલ,લ્યુપીન,એસીસી,ગ્લેનમાર્ક ફાર્મા,એસબીઆઈ લાઈફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4046 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1663 અને વધનારની સંખ્યા 2251 રહી હતી, 132 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 03 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 08 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25117 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઇન્ટના પ્રથમ અને 24808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25188 પોઇન્ટથી 25202 પોઇન્ટ, 25272 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51780 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઇન્ટના પ્રથમ અને 52188 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51676 પોઇન્ટથી 51505 પોઇન્ટ,51434 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52188 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 3213 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.3188 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.3160 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3238 થી રૂ.3244 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3260 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસીસી લીમીટેડ ( 2318 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2280 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2264 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2344 થી રૂ.2370 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( 3055 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ ટાયર અને રબર પ્રોડક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.3108 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.3017 થી રૂ.3003 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.3130 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1901 ):- રૂ.1938 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1944 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1884 થી રૂ.1860 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1950 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં છેલ્લા સપ્તાહમાં જંગી ચોખ્ખી વેચવાલી હજુ વધતી જોવાઈ શકે છે.આ સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઘટાડે સતત ખરીદી પર્યાપ્ત નીવડી રહી નથી.અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે.આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ હજુ ડહોળાયેલું રહેવાની શકયતા છે.ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત ઊંધીવળવાનું જોખમ છે.જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા જરૂરી બન્યું છે. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિમાં વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા. પરંતુ આગળ ઉપર મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવાં સંકેતો રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવ્યા હતા.અમેરિકામાં ફેજરલ રિઝર્વની છેલ્લી જે મિટિંગ મળી હતી એ મિટિંગને બહાર પડનારી મિનિટસ પર બજારની નજર રહી હતી.દરમિયાન, ન્યુઝીલેન્ડમાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં વિશ્વ બજારમાં ડોલર સામે ન્યુઝીલેન્ડની કરન્સી ગબડી 19 ઓગસ્ટ પછીના નવા નીચા તળિયે ઉતરી ગયાના વાવડ મળ્યા હતા.હવે અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર રહી હતી.ડોલર સામે ઓસ્ટ્રેલિયન ડોલરના ભાવ ગબડી 16 સપ્ટેમ્બર પછીના નવા તળિયે ઉતર્યા હતા. રોકાણકારોમાં સાવચેતી વચ્ચે,આસા છેકે નજીકના ભવિષ્યમાં બજાર મજબૂત થશે.પરિણામની સીઝન ટીસીએસ દ્વારા તેના પરિણામોની જાહેરાત સાથે શરૂ થશે, તેથી ધ્યાન આઈટી ક્ષેત્ર પર કેન્દ્રિત થવાની શક્યતા છે. વૈશ્વિક સ્તરે, બધાની નજર એફઓએમસી મીટિંગની મિનિટ્સ પર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.