3 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
આજે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા છે.શેરબજારમાં વોલેટિલિટીનો અંત આવતો જોવા મળ્યો છે. બેંકિંગ,ઓટો શેરો પાછળ સેન્સેક્સ,નિફટી બેઝડ ખરીદી સાથે સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો,ખેલંદાઓનું આકર્ષણ જળવાયેલું રહેતાં માર્કેટબ્રેડ્થ સાધારણ પોઝિટીવ રહી હતી સેન્સેક્સ 591 પોઈન્ટના ઉછાળા સાથે 81973 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 171 પોઈન્ટના ઉછાળા સાથે 25221 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 656 પોઈન્ટના ઉછાળા સાથે 52042 પોઈન્ટના સ્તરે બંધ થયો.
મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટી 1%થયો છે. જે ઓગસ્ટમાં 1.22%હતો. પ્રાઈમરી આર્ટિકલ્સમાં જથ્થાબંધ મોંઘવારી વધી 6.59% થઈ હતી.જે ઓગસ્ટમાં 2.42% હતી.ફૂડ આર્ટિકલ્સના જથ્થાબંધ ફુગાવો 11.53% રહ્યો છે. જે ઓગસ્ટમાં 3.11% હતો. શાકભાજીના જથ્થાબંધ ભાવ વધી 48.73% થયા છે, જે ઓગસ્ટમાં 10.11% ઘટ્યા હતા. ઈંધણ અને વીજના જથ્થાબંધ ભાવ 4.05%ઘટ્યા છે. જે ગતમહિને 0.67% ઘટ્યા હતા. દેશમાં શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી 1.84% થઈ છે. જે ઓગસ્ટમાં 1.31%હતી. સોમવારે સરકારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જારી કર્યા હતા.
શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારાના કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો હતો. શાકભાજીના ભાવ 40થી 60% સુધી વધ્યા છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી નોંધાવી હોવા છતાં તેની અસર હવે બજાર પર જોવા મળી રહી નથી. જેની પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ની મજબૂત ખરીદી છે. રોકાણકારો હવે જારી થનારા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો અંગે સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ડીવીસ લેબ,લાર્સેન,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,ઈન્ફોસીસ,લ્યુપીન,જેકે સિમેન્ટ્સ,રિલાયન્સ,હવેલ્લ્સ ઇન્ડિયા,કોટક બેન્ક,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,બજાજ ફીન્સેર્વ,ડીએલએફ,ટાટા કેમિકલ્સ,એક્સીસ બેન્ક,મહાનગર ગેસ,ટાટા કોમ્યુનિકેશન જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4011 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1751 અને વધનારની સંખ્યા 2143 રહી હતી, 117 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25221 ) :– આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25088 પોઇન્ટના પ્રથમ અને 25008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25272 પોઇન્ટથી 25303 પોઇન્ટ, 25373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.25008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52042 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52373 પોઇન્ટના પ્રથમ અને 52404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51979 પોઇન્ટથી 51880 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એસીસી લીમીટેડ ( 2325 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2288 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2270 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2344 થી રૂ.2353 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2360 ઉપર તેજી તરફી ધ્યાન.
કોટક મહિન્દ્રા બેન્ક ( 1916 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1880 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1863 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1937 થી રૂ.1950 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ઓબેરોઈ રીયાલીટી ( 2005 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2047 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1988 થી રૂ.1974 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2060 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
મુથૂટ ફાઈનાન્સ ( 1959 ):- રૂ.1989 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1997 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1933 થી રૂ.1919 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2008 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં બજારની દિશા મોટાભાગે કોર્પોરેટ અર્નિંગ પર નિર્ભર રહેશે, જેમાં રિલાયન્સ, ઇન્ફોસિસ,એચડીએફસી બેન્ક,એક્સિસ બેન્ક અને એચસીએલ ટેકનોલોજી જેવી મોટી કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે.જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ઈઝરાયેલ દ્વારા ગમે તે ઘડીએ ઈરાનને મિસાઈલ હુમલાનો વળતો પ્રહાર કરીને જવાબ આપવાની અટકળો અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ સાથે યુદ્વ વિરામની આજીજી વચ્ચે યુદ્વ સમાધાન તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો અને ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નહીં હોઈ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટવા સાથે શેર બજારોમાં રિકવરી જોવાઈ હતી. પરંતુ ચાઈનામાં તાજેતરમાં રાહત-સ્ટીમ્યુલસ પેકેજ બાદ વધુ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આવશ્યક હોવાની બજારોની માંગ વચ્ચે સપ્તાહના અંતે નિર્ણયની અપેક્ષા વચ્ચે ચાઈનાના બજારો ડામાડોળ ફંગોળાતી ચાલ બતાવી છે.જો ચાઈના મેગા પેકેજ જાહેર કરે છે, તો અત્યારે ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે.
જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી સપ્તાહમાં સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.