2 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સોમવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. શેરબજારમાં વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાળો નોંધાયો છે.વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે નરમાઈ રહી હતી.સેન્સેક્સ, નિફટીમાં આજે ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ફાર્મા, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ થવા સાથે સ્મોલ,મિડ કેપ શેરોમાં ઈન્વેસ્ટરો વેચવાલ બનતાં માર્કેટબ્રેડથ ફરી નબળી પડી હતી.સેન્સેક્સ 73 પોઈન્ટના ઘટાળા સાથે 81151 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 160 પોઈન્ટના ઘટાળા સાથે 24788 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 270 પોઈન્ટના ઘટાળા સાથે 52040 પોઈન્ટના સ્તરે બંધ થયો.
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું.બેંકિંગ શેરોમાં એકંદર વેચવાલી રહી હતી.હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોના પ્રોફિટ બુકિંગે વ્યાપક નરમાઈ રહી હતી.એફએમસીજી કંપનીઓના શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી.સેન્સેક્સ,નિફટીમાં સતત ઘટાડા સાથે સ્મોલ,મિડ કેપ શેરોમાં મોટાપાયે સેલિંગ થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટાળો થયો હતો.
નાણાકીય વર્ષ 2024 માટે અમેરિકાની બજેટ ખાધ વધીને 1.833 ટ્રિલિયન ડોલર છે,જે કોરોના મહામારી બાદની સૌથી વધુ છે. દેશના દેવા પર વ્યાજની ચૂકવણી જ 1 ટ્રિલિયન ડોલર કરતા વધુ થતા કુલ બજેટ ખાધમાં રેકોર્ડ વધારો થયો છે. આ સિવાય સામાજિક સુરક્ષા રિટાયરમેન્ટ કાર્યક્રમ, હેલ્થકેર અને સૈન્ય માટે ખર્ચમાં વધારો થતા બેલેન્સશીટ પર દબાણ વધ્યું હતુ.યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા વર્ષ માટેની ખાધ નાણાકીય વર્ષ 2023 માં નોંધાયેલ 1.695 ટ્રિલિયન ડોલરથી 8% અથવા 138 અબજ ડોલર વધુ રહી છે. બજેટ ખાધનો આ આંકડો અમેરિકાના ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ફેડરલ ખાધ હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એશિયન પેઈન્ટ્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,ટાટા કેમિકલ્સ,ઓબેરોઈ રીયાલીટી,ટેક મહિન્દ્રા,એચડીએફસી બેન્ક,અપોલો ટાયર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ડીવીસ લેબ,ઈન્ડીગો,ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,વોલ્ટાસ,એક્સીસ બેન્ક,સિપ્લા,ઈન્ફોસીસ,લ્યુપીન,ટાટા મોટર્સ,ડીએલએફ,સન ટીવી જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4175 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2914 અને વધનારની સંખ્યા 1123 રહી હતી, 138 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 06 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 09 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24788 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24570 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24808 પોઇન્ટથી 24838 પોઇન્ટ, 24939 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24570 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52040 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51676 પોઇન્ટના પ્રથમ અને 51606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52088 પોઇન્ટથી 51188 પોઇન્ટ,52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એસીસી લીમીટેડ ( 2302 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2273 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2260 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2333 થી રૂ.2340 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2350 ઉપર તેજી તરફી ધ્યાન.
કોટક મહિન્દ્રા બેન્ક ( 1783 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1760 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1744 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1797 થી રૂ.1808 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! એચસીએલ ટેકનોલોજી ( 1832 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1853 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1808 થી રૂ.1790 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1870 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બાટા ઇન્ડિયા ( 1412 ):- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1455 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1397 થી રૂ.1380 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.૮૦,૦૦૦ કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલું કરેકશન હવે અઠવાડિયાના અંતે અટકતું જોવાયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી સપ્તાહના અંતે પણ જળવાઈ શેરોમાં તેજીનો ચમકારો જોવાયો છે. આ સાથે ઓટો જાયન્ટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ મોટી પ્રવાહિતા બજારમાંથી લઈ જતાં સપ્તાહ દરમિયાન એકંદર જોવાયેલી નિરસતા અંતે આ આઈપીઓની નૈયા ક્યુઆઈબીઝના સહારે પાર પડતાં સેકન્ડરી બજારમાં પણ ફરી તેજીનો સળવળાટ થતો જોવાયો છે. કંપનીઓના પરિણામો એકંદર મિશ્ર ટ્રેન્ડ બતાવી રહ્યા હોઈ બજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવાઈ છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને ક્રુડ ઓઈલના ફરી તૂટતાં ભાવો, કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી દિવસોમાં નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.