31 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં બુધવારે વેચવાલી જોવા મળી હતી.ચાઈનાના અર્થતંત્ર, ઉદ્યોગોને ઉગારવા માટે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની બજારોની માંગ વચ્ચે ચાઈનાની સરકારે આશ્વાસન આપ્યા બાદ હવે અતિ શ્રીમંતોની વિદેશોમાંથી થતી કમાણી પર વેરા બોજ વધારવામાં આવતાં અને નવા સ્ટીમ્યુલસ પગલાં વિશે અનિશ્ચિતતા ઊભી થતાં વૈશ્વિક બજારોમાં ખાસ એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. વિશ્વ ફરી ડિફલેશનમાં સરી પડવાના અંદાજો અને એના પરિણામે ઓપેક દ્વારા પણ વિશ્વની ક્રુડ ઓઈલની માંગનો અંદાજ ઘટાડવામાં આવતાં ક્રુડ ઓઈલના ભાવોમાં ચાર ટકાનો નવો કડાકા સાથે વૈશ્વિક બજારોમાં પીછેહઠ જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા શેરોમાં સતત નેટ વેચવાલ રહી પણ વેચવાલી કરી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામની બજાર પર અસર જોવાઈ હતી. મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં ફંડો વેચવાલ રહ્યા સામે કેપિટલ ગુડઝ, કન્ઝયુરમ ડયુરેબલ્સસ, રિયાલ્ટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું.
સેન્સેક્સ 318 પોઈન્ટના ઘટાળા સાથે 81501 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 69 પોઈન્ટના ઘટાળા સાથે 25048 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 64 પોઈન્ટના ઘટાળા સાથે 52042 પોઈન્ટના સ્તરે બંધ થયો. વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.ચાઈનાના અર્થતંત્રને ઉગારવા લેવાઈ રહેલા સ્ટીમ્યુલસ પગલાં પર્યાપ્ત નહીં હોવાના અને વધુ રાહતોની માંગ વચ્ચે અનિશ્ચિતતાએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો વેચવાલ બન્યા હતા. રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફરી ફંડોનું આકર્ષણ વધતું જોવાયું હતું. સેન્સેક્સ, નિફટીમાં સાવચેતીમાં તેજીનો વેપાર હળવો થયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ગ્રાસીમ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,રિલાયન્સ,મુથૂટ ફાઈનાન્સ,હવેલ્લ્સ,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,એસબીઆઈ લાઈફ,સન ટીવી,ડીએલએફ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,કોલ્પાલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4068 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1941 અને વધનારની સંખ્યા 2021 રહી હતી, 106 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 04 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25048 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24939 પોઇન્ટના પ્રથમ અને 24808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25088 પોઇન્ટથી 25108 પોઇન્ટ, 25188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52042 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51808 પોઇન્ટના પ્રથમ અને 51676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52088 પોઇન્ટથી 52188 પોઇન્ટ,52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઓરબિંદો ફાર્મા ( 1485 ) :- ઓરબિંદો ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1460 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1430 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1503 થી રૂ.1513 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1520 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસબીઆઈ કાર્ડ્સ ( 742 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.717 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.754 થી રૂ.760 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોઈ રીયાલીટી ( 2030 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2073 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2002 થી રૂ.1980 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2080 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! સન ફાર્મા ( 1903 ):- રૂ.1938 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1944 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1880 થી રૂ.1863 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1950 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, સપ્ટેમ્બરનો ફુગાવો વધીને આવતા દેશમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ફરી લંબાઈ ગઈ. ઓકટોબરની બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ પોલિસી સ્ટાન્સ વિથડ્રોઅલ ઓફ એકોમોડેશનમાંથી બદલીને ન્યુટ્રલ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે ડીસેમ્બરમાં રેપો રેટમાં ઘટાડો કરાશે તેવી શકયતા જોવાઈ રહી હતી,વર્તમાન મહિનાના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત દસમી વખત 6.50% રેપો રેટ જાળવી રખાયો હતો. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ, ભૌગોલિકરાજકીય ઘર્ષણો તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી જોવા મળેલા વધારાને કારણે ફુગાવા તરફી નોંધપાત્ર જોખમ રહેલું હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. કલાયમેટ ચેન્જને કારણે ફુગાવા કેન્દ્રીત નાણાં નીતિ તૈયાર કરવામાં વ્યાપક પડકારોનો કે ન્દ્રિય બેન્કોએ સામનો કરવાનો રહેશે. દેશમાં રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ સ્તરે નાણાં વર્ષ 2025-26 માં લાંબા ગાળા માટે જોવા મળવાની અપેક્ષા છે, 2024ના જુલાઈ તથા ઓગસ્ટમાં ફુગાવો ટાર્ગટ સ્તર કરતા પણ નીચે જોવા મળ્યો હતો. નાણાં વર્ષ 2025-26 માં લાંબા ગાળા માટે ચાર ટકાના સ્તરે પહોંચવા પહેલા ફુગાવો વર્તમાન નાણાં વર્ષમાં સરેરાશ 4.50% રહેવા ધારણાં છે.વ્યાજ દરમાં કપાત હવે એપ્રિલ, 2025 સુધી લંબાઈ જાય તો નવાઈ નહીં.
ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે.જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ,ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.