18 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
બુધવારે શેરબજારમાં સળંગ પાંચમા દિવસે મંદીનુ જોર રહ્યું છે. સેન્સેક્સ આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનાં 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો.સાર્વત્રિક ધોરણે મોટાપાયે કરેક્શનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થયા છે. રિયાલ્ટી સેગમેન્ટમાં નબળા ત્રિમાસિક પરિણામો, તેમજ મોંઘવારીમાં વૃદ્ધિ નોંધાતા માર્કેટ નેગેટિવ રહેવાની શક્યતાઓ સાથે શેર્સ કડડભૂસ થયા હતા.રિયાલ્ટી સેગમેન્ટની લગભગ તમામ સ્ક્રિપ્સ 4%થી વધુ તૂટી હતી.આ સિવાય ઓઈલ એન્ડ ગેસ,પાવર,પીએસયુ શેર્સમાં પણ ગાબડું નોંધાયું છે.
સેન્સેક્સ 984 પોઈન્ટના ઘટાળા સાથે 77690 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 263 પોઈન્ટના ઘટાળા સાથે 23696 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 881 પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૪૯૨ પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેકસ, નિફટીમાં ભારે વોલેટીલિટી બાદ સ્થિરતા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધૂમ વેચવાલી સાથે ફંડો, ઓપરેટરો ભાવો તોડીને વેચવા લાગ્યાના સંકેત વચ્ચે ઘણા શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશ ઘટાળો થયો હતો. રોકાણકારોના આજે વધુ 5.00 લાખ કરોડ ડૂબ્યા છે.
ઓક્ટોબરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો વધીને 6.21% નોંધવામાં આવ્યો છે. જે છેલ્લા 14 મહિનામાં સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2023થી રીટેલ ફુગાવો 6% થી ઓછો રહ્યો હતો. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવો વધીને 9.69% થઇ ગયો છે. શહેરી મોંઘવારી ગયા મહિનાની 5.05% થી વધીને 5.62% થઇ ગઇ છે. ખાદ્ય ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં 10.69% અને શહેરી વિસ્તારોમાં 11.09%રહ્યો છે. સપ્ટેમ્બરમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદન વધીને 3.1% રહ્યું છે.ઓગસ્ટ, 2023 માં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ માઇનસ 0.01% રહી હતી.સપ્ટેમ્બરમાં માઇનિંગ, મેન્યુફેકચરિંગ અને પાવર જનરેશન જેવા ક્ષેત્રોના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં 0.2%, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 3.9% અને વીજળી સેક્ટરમાં 0.5%ની વૃદ્ધિ જોવા મળી છે. ફેબુ્રઆરી 2025 થી આરબીઆઇ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. રીટેલ ફુગાવો વધીને આવતા હાલમાં વ્યાજ દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ,ટાટા મોટર્સ,ઝાઈડસ લાઈફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક બેન્ક,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4067 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3299 અને વધનારની સંખ્યા 670 રહી હતી, 98 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 01 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 05 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23696 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23474 પોઇન્ટના પ્રથમ અને 23404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23747 પોઇન્ટથી 23808 પોઇન્ટ, 23880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50492 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50180 પોઇન્ટના પ્રથમ અને 50088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50575 પોઇન્ટથી 50707 પોઇન્ટ,50770 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ગોદરેજ પ્રોપર્ટી ( 2598 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2560 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2544 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2620 થી રૂ.2634 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2640 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસીસી લીમીટેડ ( 2207 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2180 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2163 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2228 થી રૂ.2240 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોઈ રીયાલીટી ( 1915 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1949 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1898 થી રૂ.1885 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1960 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઈન્ફોસીસ લીમીટેડ ( 1871 ):- રૂ.1893 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1909 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1848 થી રૂ.1833 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1919 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે.જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે,આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે.આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.
વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં ભારે વોલેટીલિટી જોવાઈ હતી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ આ વખતે ટેરિફ વોર છેડશે કે નહીં એની અનિશ્ચિતતામાં અમુક વર્ગ ટ્રમ્પ પહેલા કરતાં વૈશ્વિક વેપારમાં પોઝિટીવ બનશે એવા અનુમાન મૂકવા લાગતાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ધૂમ વેચવાલી અને ખાસ વધ્યામથાળે સતત ઓફલોડિંગ કરતાં હોઈ ઉછાળા ટકી શક્યા નહોતા.લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની ખરીદી મર્યાદિત થઈ રહી હોઈ ઘટાડાને અટકાવી શકવા અસમર્થ રહ્યા છે. ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી ભાવો તોડીને શેરો વેચવાલ લાગતાં સતત મોટા ગાબડાં પડતાં જોવાયા હતા.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.