32 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સ્મોલ, મિડ કેપ શેરો ઓવરવેલ્યુએશને એટલે કે વાસ્તવિક ભાવથી વધુ પડતાં ઊંચા ખર્ચાળ ભાવે ટ્રેડ થઈ રહ્યા વિશે તાજેતરના દિવસોમાં મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ સ્મોલ, મિડ કેપ ફંડો સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ માહિતી આપવા તાકીદ કરતાં ફંડોના એસેટ મેનેજરોને તેમના રોકાણકારોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી આપવા સૂચના આપતાં અને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એસએમઈ) મામલે એસએમઈ આઈપીઓમાં થઈ રહેલા કથિત મેનીપ્યુલેશન મુદ્દે સખ્ત વલણે બુધવારે ભારતીય શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો, જો કે આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ આજે બીએસઈ સેન્સેક્સે ફરી પછી 73000 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે 22250 પોઈન્ટની સપાટી પાર કરી હતી. બેન્કેક્સ શેરોમાં વેચવાલી સામે સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, ઈન્ડસ્ટ્રીયલ્સ, કોમોડિટીઝ, એનર્જી, આઈટી, ટેક અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.28% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.11% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3958 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1153 અને વધનારની સંખ્યા 2722 રહી હતી, 83 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 17 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક્નોલોજી 2.96%, વિપ્રો 2.63%, ઈન્ફોસિસ 2.53%, ભારતી એરટેલ 2.23% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.09% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક 1.68%, ઈન્ડસઈન્ડ બેન્ક 1.33%, બજાજ ફાઈનાન્સ 1.05%, જેએસડબલ્યૂ સ્ટીલ 0.82% અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.76% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.94 લાખ કરોડ વધીને 380.04 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓ વધી અને 11 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22256 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22088 પોઇન્ટના પ્રથમ અને 22008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22303 પોઇન્ટથી 22373 પોઇન્ટ, 22404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47010 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 46676 પોઇન્ટના પ્રથમ અને 46606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47188 પોઇન્ટથી 47303 પોઇન્ટ, 47474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
વોલ્ટાસ લિ. ( 1076 ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1044 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1024 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1094 થી રૂ.1103 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1120 ઉપર તેજી તરફી ધ્યાન.
જિંદાલ સ્ટીલ ( 785 ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.797 થી રૂ.808 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.760 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
લુપિન લિ. ( 1653 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1690 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1626 થી રૂ.1606 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1707 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એચડીએફસી બેન્ક ( 1463 ) :- રૂ.1488 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1500 ના સ્ટોપલોસે વેચવાલાયક. તબક્કાવાર રૂ.1447 થી રૂ.1424 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1508 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રેડ સી પર સતત વધી રહેલા હુમલા અને વધતા સંકટને કારણે વર્ષ 2024માં તે વેપાર વોલ્યૂમ પર નોંધપાત્ર રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ અનુસાર શિપિંગ અને ઇન્સ્યોરન્સનો વધતો ખર્ચ અને સપ્લાયમાં વિલંબથી વૈશ્વિક વેલ્યૂ ચેઇન પ્રભાવિત થશે, માર્જિન ઘટશે. એશિયા, આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ અડચણો જોવા મળી શકે છે.
આ અવરોધો ભારતીય વેપાર પર અસર કરશે અને ખાસ કરીને મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપમાં વધુ વ્યાપક અસર નોંધાશે. રેડ સી સંકટને કારણે શિપિંગ ખર્ચ 40% – 60% સુધી વધી રહ્યો છે અને રૂટ બદલવાને કારણે સપ્લાયમાં પણ વધુ 20 દિવસનો વિલંબ થઇ રહ્યો છે, ઉચ્ચ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 15-20% અને હુમલાઓને કારણે કાર્ગોને નુકસાન થવા જેવા જોખમો રહેલા છે.
નાણાકીય વર્ષ 2023માં દેશની ક્રૂડ ઓઇલની 65% આયાત જેનું મૂલ્ય 105 અબજ ડોલર હતું. તેની આયાત ઇરાક, સાઉદી અરબ અને અન્ય દેશોમાંથી કરવામાં આવી હતી. તે સુએઝ કેનાલ મારફતે આયાત કરવામાં આવી હતી. યુરોપ અને ઉત્તર આફ્રિકાથી 50% આયાત અને 60% નિકાસ માટે આ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલ અને એલએનજીની આયાત માટે બાબ અલ મંદીબ પર નિર્ભર ભારત આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની અડચણથી આર્થિક અને સલામતીનું જોખમ ધરાવે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.