2 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયાના અહેવાલ આવતા જ ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજી આવી હતી અને હવે તેના એક દિવસ બાદ એટલે કે ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો, ઉપરાંત સ્થાનિક સ્તરે કોચિન શિપયાર્ડ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, ઇર્કોન ઇન્ટરનેશનલ, લ્યૂપિન, એમએન્ડએમ અને અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના હોવાથી અસ્થિરતા જોવા મળી હતી.
હવે સૌની નજર ફેડરલ રિઝર્વની પોલિસી પર છે. જેના પર આજે નિર્ણય લેવાઈ શકે છે. ફેડ બેન્ચમાર્ક વ્યાજદરમાં અંદાજીત ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ મિશ્ર વૈશ્વિક સંકેત અને એફ એન્ડ ઓમાં એક્સપાયરીને કારણે પણ ભારતીય શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.67% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.44% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, યુટિલિટીઝ, કોમોડિટીઝ, રિયલ્ટી, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2134 અને વધનારની સંખ્યા 1821 રહી હતી, 98 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 1 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.53% અને ટીસીએસ લી. 0.26% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ 2.36%, ટેક મહિન્દ્રા 2.21%, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.99%, સન ફાર્માસ્યુટિકલ 1.96%, એશિયન પેઈન્ટ 1.86%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.82%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.82%, ટાઈટન કંપની લી. 1.81%, ટાટા સ્ટીલ 1.76%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.75%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.74%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.50%, ભારતી એરટેલ 1.44% અને બજાજ ફાઈનાન્સ 1.34% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24281 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24404 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52175 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52404 પોઇન્ટના પ્રથમ અને 52474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52008 પોઇન્ટથી 51880 પોઇન્ટ, 51808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ટેક મહિન્દ્રા ( 1658 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1626 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1606 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1674 થી રૂ.1680 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1694 ઉપર તેજી તરફી ધ્યાન…!! ભારતી એરટેલ ( 1581 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1533 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1508 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1597 થી રૂ.1606 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! એચસીએલ ટેક્નોલોજી ( 1832 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1848 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1808 થી રૂ.1787 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1860 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! વોલ્ટાસ લિ. ( 1760 ) :- રૂ.1788 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1797 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1737 થી રૂ.1717 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1808 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, અમેરિકન પ્રમુખ દ્વારા લેવાતા નિર્ણયોની તેમજ યુએસ ફેડરકલ રિઝર્વની ધિરાણ નીતિની વિશ્વભરના શેરબજારો પર અસર થાય છે. ફેડરલ એક સ્વતંત્ર સરકારી સંસ્થા છે જેનું મિશન નાણાંકીય નીતિ નક્કી કરવાનું છે. જે આર્થિક વૃદ્ધિ, નીચો ફુગાવો, નીચા બેરોજગારીને સુનિશ્ચિત કરે છે. તેના નાણાંકીય નીતિના પગલે શેરબજારને અસર કરી શકે છે, જો કે ફેડરલ સામાન્ય રીતે શેરબજારના પ્રદર્શનને ધ્યાનમાં લેતું નથી. તેના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે અલગ – અલગ પરિબળ કાર્યરત હોય છે. વળતરની બાબતે જોઈએ તો છેલ્લા પાંચ અમેરિકન પ્રમુખના કાર્યકાળમાં 2009 થી 2013 દરમિયાન બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે સૌથી વધુ 120% વળતર આપ્યું હતું. સૌથી ઓછું વળતર પણ બરાક ઓબામાની બીજી ટર્મમાં મળ્યું હતું.
વર્ષ 2013 થી 2017 દરમિયાન ઓબામાની બીજી ટર્મમાં માત્ર 34% વળતર મળ્યું હતું. વર્ષ 2005 થી 2009 દરમિયાન જ્યોર્જ બુશ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે 47% વળતર આપ્યું હતું. જ્યારે હાલના પ્રમુખ જો બિડેનના કાર્યકાળમાં અત્યાર સુધી ભારતીય શેરબજારે 59% વળતર આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન પ્રમુખપદની પ્રથમ ટર્મમાં ભારતીય શેરબજારે 84% જેટલું ઉંચુ વળતર આપ્યું હતું. હવે તેમની બીજી ટર્મમાં કેટલું વળતર મળે છે તે તો આગામી સમયમાં જાણવા મળશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.