42 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ગુરુવારે શેરબજાર ભારે વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ મંદીમાં બંધ થયો હતો. શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે સતત ત્રીજા દિવસે બે-તરફી વધઘટના અંતે સાવચેતી સાથે એકંદર સ્થિરતા બતાવી હતી. સેન્સેક્સ 236 પોઈન્ટના ઘટાળા સાથે 81289 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 86 પોઈન્ટના ઉછાળા સાથે 24648 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 120 પોઈન્ટના ઉછાળા સાથે 53437 પોઈન્ટના સ્તરે બંધ થયો. ફંડોએ આજે પસંદગીના ફાઈનાન્સ, એફએમસીજી, આઈટી શેરોમાં ખરીદી કર્યા સામે બેંકિંગ, મેટલ, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી કરી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોનું આજે ઘટાડે પસંદગીની વેલ્યુબાઈંગ રહ્યું હતું. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, મહારથીઓએ સિલેક્ટિવ વેચવાલી ચાલુ રાખી હતી.
વર્ષ ૨૦૨૪ના અંતના ડિસેમ્બર મહિનામાં એક તરફ હોલી-ડે મૂડની તૈયારી અને બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડોમાં નવેમ્બર મહિનામાં રોકાણકારો નાણા પાછા ખેંચવા લાગતાં રોકાણમાં આવેલી ઓટની અસર પર બજારોમાં વર્તાવા લાગી છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રિડમ્પશનના દબાણને લઈ ફંડોના પરફોર્મન્સ પર પણ અસર દેખાવા લાગતાં લોકલ ફંડોની શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી સામે લોકલ ફંડો વેચવાલ બનતા જોવાઈ રહ્યા છે. વૈશ્વિક મોરચે અમેરિકા દ્વારા ફરી રશીયા પર નવા ઓઈલ પ્રતિબંધો લાદવાની વિચારણાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવમાં ચમકારા વચ્ચે ફોરેન ફંડો શેરોમાં ફરી વેચવાલ બન્યા હતા.ચાઈના દ્વારા તેના ચલણ યુઆનને નબળો પડવા દેવાની તૈયારીમાં હોવાના અહેવાલ વચ્ચે અમેરિકી ડોલર ફરી મજબૂત બનતાં શેરોમાં નવી મોટી ખરીદી અટકી હતી.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,મુથૂટ ફાઈનાન્સ,અદાણી એન્ટર.,ઈન્ફોસીસ,એચસીએલ,ટેક મહિન્દ્રા,હવેલ્લ્સ,ભારતી,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,જીન્દાલ સ્ટીલ,અપોલો ટાયર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,હિન્દુસ્તાન યુનીલીવર,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ટીવીએસ,એસીસી,ઓબેરોઈ રીયાલીટી,એચડીએફસી બેન્ક,સન ફાર્મા,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,સિપ્લા,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4105 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2517 અને વધનારની સંખ્યા 1481 રહી હતી, 107 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 267 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 349 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24648) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24676 પોઇન્ટના પ્રથમ અને 24303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24676 પોઇન્ટથી 24770 પોઇન્ટ, 24808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53437 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53270 પોઇન્ટના પ્રથમ અને 53008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53505 પોઇન્ટથી 53570 પોઇન્ટ,53707 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એચડીએફસી બેન્ક ( 1865 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1830 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1818 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1878 થી રૂ.1884 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1890 ઉપર તેજી તરફી ધ્યાન…!! હવેલ્લ્સ ઇન્ડિયા ( 1764 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1727 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1778 થી રૂ.1790 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એસીસી લીમીટેડ ( 2237 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2277 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2207 થી રૂ.2190 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2290 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ઈન્ફોસીસ લીમીટેડ ( 1990 ):- રૂ.2018 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2033 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1973 થી રૂ.1960 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2040 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.ભારતીય શેર બજારોમા ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ ખરીદદાર બનવા લાગતાં ફુલગુલાબી તેજી દેખાવા લાગી છે. વિદેશી ફંડોની અગાઉ સતત વેચવાલી અને ઘણા શેરોમાં ઓવરવેલ્યુએશનના કારણે તેજીની અતિની ગતિને બ્રેક લાગી હતી.હવે શેરોમાં મોટું કરેકશન આવી ગયા બાદ ઘણા શેરોમાં વાસ્તવિક વેલ્યુએશન દેખાવા લાગ્યું છે.
વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન, યુદ્વના વાદળો વિખેરાવા લાગ્યા બાદ હજુ ઈઝરાયેલ અને રશિયાના છમકલા છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સુકાન સંભાળતા પૂર્વે યુદ્વની સ્થિતિ વધુ હળવી થવાની અને વિશ્વનું ફોક્સ આર્થિક વિકાસ પર આવી જવાની અપેક્ષાએ તેજીનો સળવળાટ વધ્યો છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ વૃદ્વિને વેગ મળતો જોવાઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અપેક્ષા મુજબ જાળવી રાખ્યા છતાં લિક્વિડિટી વધારવા પગલાં લીધા છે. આગામી દિવસોમાં શેરોમાં તેજીનો દોર આગળ વધવાની પૂરી શકયતા છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.