12 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ચાલુ સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શેરબજારનો કારોબાર તેજી સાથે સમાપ્ત થયો.લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને આ વખતે મોટી અપેક્ષાથી ઓછી સીટ મળવાના અંદાજો વહેતા થતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સળંગ પાંચ દિવસના કડાકા બાદ આજે ઘટાડાને વિરામ મળ્યો હતો.
અમેરિકામાં બેરોજગારીના દાવા વધતાં અને કોર્પોરેટ પરિણામોની અપેક્ષા સાથે વ્યાજ દરમાં ઘટાડાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ઈન્ડેક્સ બેઝડ વોલેટિલિટી જોવા મળી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફરી પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. શેરબજારમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાની અસર આજે જોવા મળી છે.
પ્રીમિયમ વેલ્યૂએશન અને લોકસભા ચૂંટણીમાં નીચા મતદાનના કારણે અપેક્ષિત પરિણામ ન મળવાની અટકળો વચ્ચે છેલ્લા ૩ ટ્રેડિંગ સેશનથી કડાકો નોંધાયો હતો. પરંતુ હવે નીચા મથાળે ખરીદી વધી છે.હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
શેર બજારના ટોપ ગેનર્સમાં ગ્રાસીમ,ટાટા કોમ્યુનિકેશન,ગોદરેજ પ્રોપ., કોટક બેંક, ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એચયુએલ, ટાઈટન,લાર્સેન,ઈન્ડીગો,વોલ્ટાસ,રિલાયન્સ,મુથૂત ફાયનાન્સ,સ્ટેટ બેંક,અડાણી એન્ટરપ્રાઇઝ, બીપીસીએલ અને બ્રિટાનિયા જેવી કંપનીઓ શેર તેજી કરી હતી,જ્યારે ટોચના લુજર્સમાં બાલક્રિષ્ના ઇન્ડ,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેંક,ઇપ્કા લેબ, ભારતી એરટેલ અને ટાટા કેમિકલ શેર કરી મંદી જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૦ અને વધનારની સંખ્યા ૧૭૭૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22224 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22088 પોઇન્ટના પ્રથમ અને 22088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22272 પોઇન્ટથી 22303 પોઇન્ટ, 22373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48075 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47808 પોઇન્ટના પ્રથમ અને 47676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48180 પોઇન્ટથી 48373 પોઇન્ટ, 48404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 2815 ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2788 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2760 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2838 થી રૂ.2844 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2850 ઉપર તેજી તરફી ધ્યાન.
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2393 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2360 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.2344ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2408થી રૂ.2420 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2762 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2790 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2730 થી રૂ.2707 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2808 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2215 ) :- રૂ.2244 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2260ના સ્ટોપલોસે વેચવાલાયક. તબક્કાવાર રૂ.2188 થી રૂ.2180 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2274 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પરિબળોથી વિશેષ સ્થાનિક ચૂંટણીના પરિબળે ગત સપ્તાહના સળંગ ચાર દિવસ બજારને નરમાઈમાં ધકેલ્યા બાદ સપ્તાહના અંતે ઘટાડાને વિરામ આપ્યો છે. ચૂંટણીના પરિણામ વિશે હજુ અટકળોનો દોર આગામી ૪, જૂન સુધી ચાલુ રહેવાની શકયતા પૂરી છે. જેને કારણે બજારમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલ સાથે સાવચેતી વધતી જોવાય અને ઉછાળે -ઘટાડે ઈન્ડેક્સ મેનેજમેન્ટ થતું રહેવાની શકયતા રહેશે.
લોકસભા ચૂંટણીના ગુજરાત સહિતમાં ત્રીજા તબક્કાના મતદાનના પાછલા સપ્તાહમાં અપેક્ષાથી ઓછા મતદાનને લઈ ચૂંટણીના પરિણામ વનસાઈડ જીત શક્ય નહીં બનવાની અને વિપરીત પરિણામના સંજોગોમાં કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત નહીં મળવા સુધીના એક સર્વે અનુમાનના ચિંતાજનક અહેવાલો વહેતા થવા લાગતાં ભારતીય શેર બજારોમાં વોલેટીલિટી સાથે ગત સપ્તાહમાં કડાકો બોલાઈ ગયો હતો.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલીને જોતાં ઉછાળા પણ ઉભરાં જેવા નીવડી શકે છે. લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં સતત ખરીદીના આંકડાએ બજારમાં સ્ટોક સ્પેસિફિક તેજીનો કરંટ જળવાઈ રહેવાની શકયતા સાથે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.