મુંબઈ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 2જી મેના રોજ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 74,700 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુની તેજી છે. તે 22,650 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
કોટક મહિન્દ્રા બેંકના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર KVS મણ્યનના રાજીનામા બાદ આજે બેંકના શેરમાં લગભગ 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંકનો શેર રૂ. 58.95 (3.63%) ઘટીને રૂ. 1,565 પર ટ્રેડ થઈ રહ્યો છે.
કોટક મહિન્દ્રા બેંકના શેરની કિંમત સવારે 11:11 વાગ્યે.
આધાર હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ 8 મેના રોજ ખુલશે
આધાર હાઉસિંગ ફાઇનાન્સની ઈનીશિયલ પબ્લિક ઓફર (IPO) આગામી સપ્તાહે 8 મેના રોજ બિડિંગ માટે ખુલશે. બ્લેકસ્ટોન ગ્રૂપ દ્વારા રોકાણ કરાયેલી આ કંપની IPOમાંથી આશરે રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. તમે 10 મે સુધી આધાર હાઉસિંગના IPO માટે બિડ કરી શકશો.
કંપનીએ આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ ₹300-₹315 નક્કી કરી છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 47 શેર માટે બિિંગડ કરી શકે છે. જો તમે ₹315ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ પર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,805નું રોકાણ કરવું પડશે.
મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 30 એપ્રિલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 22,604 પર બંધ રહ્યો હતો. જોકે, બંધ થતાં પહેલાં, નિફ્ટીએ આજે ટ્રેડિંગ દરમિયાન 22,783ની ઓલટાઈમ હાઈ બનાવી હતી. તેમજ, સેન્સેક્સ પણ 188 પોઈન્ટ વધીને 74,482 ના સ્તરે બંધ થયો હતો. 1 મેના રોજ લેબર ડે પર શેરબજાર બંધ હતું.