નવી દિલ્હી43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈલોન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ તેમને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે મસ્કની નેટવર્થમાં ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, જેફ બેઝોસની કુલ સંપત્તિ હવે $200 બિલિયન (લગભગ 16.58 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે ઈલોન મસ્કની નેટવર્થ $198 બિલિયન (લગભગ 16.41 લાખ કરોડ રૂપિયા) છે. Louis Vuitton Moët Hennessy (LVMH)ના CEO બર્નાર્ડ આર્નોલ્ટ $197 બિલિયન (રૂ. 16.33 લાખ કરોડ)ની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.
ભારતનો કોઈ અબજપતિ ટોપ ટેનમાં નથી
આ યાદીમાં ટોપ ટેનમાં ભારતનો કોઈ અબજપતિ સામેલ નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી $115 બિલિયન (લગભગ રૂ. 9.53 લાખ કરોડ)ની નેટવર્થ સાથે 11મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી આ યાદીમાં 12મા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 104 અબજ ડોલર (8.62 લાખ કરોડ રૂપિયા) છે.
ટેસ્લાના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 24%થી વધુ ઘટ્યા
મસ્કની કંપની ટેસ્લાના સ્ટોકમાં આ વર્ષે અત્યાર સુધીમાં 24% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીએ તે $248.42 પર હતું, જે હવે ઘટીને $188.14 (માર્ચ 5) પર આવી ગયું છે. શેરના ભાવ ઘટવાના કારણે મસ્કની નેટવર્થ ઘટી છે. તે જ સમયે, એમેઝોનના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 18%નો વધારો જોવા મળ્યો છે.