- Gujarati News
- Business
- Labgrown Diamonds Trade At 99% Below The Cost Of Natural Diamonds, But Consumers Do Not Get The Full Benefit.
લંડન2 કલાક પેહલા
- કૉપી લિંક
- સિન્થેટિક ડાયમંડનો સપ્લાય અમર્યાદિત હોવાથી તેની કિંમતમાં ઘટાડો થયો છે
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સુસ્તી વચ્ચે એક નવી દલીલ શરૂ થઇ ચૂકી છે. તેના કેન્દ્રમાં લેબગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક હીરોની કિંમત છે. ડાયમંડ ટ્રેડિંગ અને ઇન્ફોર્મેશન સર્વિસ ઓર્ગેનાઇઝેશન રેપોપોર્ટ ગ્રૂપે લેબ ગ્રોન ડાયમંડની વિરુદ્ધ ગ્રાહકોને એલર્ટ કરવાની પહેલ કરી છે. સંગઠન અનુસાર, અનેક રિટેલર્સ એલજીડીની ખૂબ જ વધુ કિંમત વસૂલી રહ્યાં છે. રેપોપોર્ટ ગ્રૂપ અનુસાર કેટલાક સિન્થેટિક અને લેબ ગ્રોન ડાયમંડનો બિઝનેસ નેચરલ ડાયમંડની કિંમતની યાદીથી 99% ઓછી કિંમતે થઇ રહ્યો છે, પરંતુ કેટલાક રિટેલર્સ આ બચતને ગ્રાહક સુધી પહોંચાડી રહ્યાં નથી. અર્થાત્ 3 કેરેટનો રાઉન્ડ કટ, નિયર કલરલેસ, જી ગ્રેડેડ, વીએસ1 લેબ ક્રિએટેડ સૉલિટેયર ડાયમંડ અમેરિકાના વોલમાર્ટમાં અંદાજે 2.5 લાખ રૂપિયામાં વેચાયો હતો, જ્યારે અહીં જ એલજીીડી બ્લૂ નાઇલ અંદાજે 6.8 લાખ રૂપિયામાં વેચાયો હતો. એક જ વસ્તુની કિંમતમાં 175%નો તફાવત છે.
ગ્રુપ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેટલાક જ્વેલર્સ સિન્થેટિક ડાયમંડને પ્રાધાન્ય આપી રહ્યાં છે કારણ કે તેમાં પ્રૉફિટ માર્જિન ખૂબ વધુ છે. તે રોકાશે નહીં કારણ કે સિન્થેટિક ડાયમંડ્સની કિંમતોમાં ખૂબ જ ઘટાડો થયો છે, કારણ કે તેની સપ્લાય અમર્યાદિત છે. રેપાપોર્ટ ગ્રુપના ચેરમેન માર્ટિન રેપાપોર્ટે જણાવ્યું કે સિન્થેટિક ડાયમંડની જથ્થાબંધ કિંમત અંતે કેટલાક ડૉલર પ્રતિ કેરેટ થઇ જશે. તે ક્યૂબિક જિરકોનિયાની માફક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હશે. પરંતુ ઓછી કિંમતને કારણે ભાવનાત્મક જોડાણની સાથે હાઇ ક્લાસ ખરીદી માટે યોગ્ય નથી.
સપ્ટેમ્બરમાં ડી બિયર્સે પોતાની એલજીડી બ્રાન્ડ લાઇટ બૉક્સ મારફતે એલજીડી એન્ગેજમેન્ટ રિંગની ટ્રાયલને બંધ કરી હતી. કંપનીનું તર્ક હતું કે નફો કમાવવા માટે તેઓએ આ એન્ગેજમેન્ટ રિંગનું મોટા પાયે કોમર્શિયલ પ્રોડક્શન કરવું પડશે જે યોગ્ય નથી. એલજીડી માનવ નિર્મિત મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સમાં હાઇ પ્રેશર, ઉચ્ચ તાપમાન અથવા કેમિકલ વે પર ડિપોઝિશન ટેકનિકથી બનાવાય છે.
ગ્રાહકોનો ભરોસો અને કિંમતમાં પારદર્શિતા ભવિષ્ય નક્કી કરશે
રેપાપોર્ટે ડાયમંડ માર્કેટમાં થઇ રહેલા નવા પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે નેચરલ ડાયમંડની માફક સિન્થેટિક ડાયમંડ માટે પણ પ્રાઇઝિંગ ઇન્ડેક્સ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને આ માનવનિર્મિત પથ્થરોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યો છે. રેપાપોર્ટ ગ્રુપે ક્યૂબિક જિરકોનિયાના માફક જ સિન્થેટિક ડાયમંડ માટે આકારના સમાયોજનની સાથે એક ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રાઇઝ નક્કી કરવાની માંગ કરી છે. તેમનું અનુમાન છે કે તે 50 થી 80 ડૉલર પ્રતિ કેરેટની વચ્ચે હશે. જો કે હવે તે ગ્રાહકો જ નક્કી કરશે કે નેચરલ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડની વચ્ચે જોવા મળી રહેલી આ લડાઇનો અંત કેવો હશે. પરંતુ ગ્રાહકોનો ભરોસો અને કિંમતોમાં પારદર્શિતા આ લડાઇના પરિણામને નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.