નવી દિલ્હી51 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિજિટલ મેપિંગ સેવા કંપની ‘મેપ માય ઈન્ડિયા’એ ઓલા ઈલેક્ટ્રીક પર કથિત રીતે તેનો ડેટા ચોરી કરવા અને ઓલા મેપ્સ બનાવવા માટે લાઇસન્સ કરારનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કર્યો છે. ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મેપ માય ઈન્ડિયાની પેરેન્ટ કંપની CE ઈન્ફો સિસ્ટમ્સે કહ્યું છે કે, ઓલા ઈલેક્ટ્રીકે લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનોનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને કંપનીના ડેટાની નકલ કરી છે. જૂન 2021 માં ઓલા ઈલેક્ટ્રીકે તેના ડેટાના ઉપયોગ માટે CE ઈન્ફો સિસ્ટમ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
ગ્રાહકોના ડેટાની ચોરી કરવાનો આરોપ
CE ઈન્ફોએ દાવો કર્યો છે કે, કંપનીએ ઓલી મેપ્સ બનાવવા માટે અમારા ક્લાયન્ટના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) અને SDK (સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ)ની નકલ કરી છે. ઓલાએ અમારા ગ્રાહકોના ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે.
ઓલાએ તેનો મેપ લોન્ચ કર્યો
આ મહિને રાઈડ એગ્રીગેટર ઓલાએ ઓલા મેપ્સ લોન્ચ કર્યા છે. તે ઓલા ફ્લીટમાંથી રીઅલટાઇમ ડેટા અને ઓપન-સોર્સ સરકારી ડેટા રિપોઝીટરી, ઓપનસ્ટ્રીટમેપ્સ સહિત અન્ય ઓપન ડેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે, તેણે હવે ગૂગલ મેપ્સનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.

ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે ઓલા મેપનો સ્ક્રીનશોટ શેર કરીને તેના લોન્ચ વિશે માહિતી આપી હતી.
માઈક્રોસોફ્ટની Azure સાથેની ભાગીદારી 4 મહિના પહેલા તૂટી ગઈ હતી
લગભગ 4 મહિના પહેલા ઓલા ગ્રૂપની કંપનીઓએ માઇક્રોસોફ્ટની Azure સાથેની ભાગીદારી તોડવાની જાહેરાત કરી હતી. આ પછી તેમનું સમગ્ર કામ ઇન-હાઉસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફર્મ પ્રતિક્ષાને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.