વોશિંગ્ટન37 મિનિટ પેહલા
- કૉપી લિંક
માર્ક ઝુકરબર્ગના નેતૃત્વ હેઠળની મેટા આગામી સપ્તાહથી વૈશ્વિક છટણી અભિયાન શરૂ કરશે. આ પગલું મશીન લર્નિંગ એન્જિનિયરોની ઝડપી ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ, આ છટણી અંગેની માહિતી કંપનીના આંતરિક મેમોમાં પ્રાપ્ત થઈ છે. મેટાએ કર્મચારીઓને માહિતી આપી હતી કે છટણી સોમવારે સવારે 5 વાગ્યે (સ્થાનિક સમય) શરૂ થશે.
જેમાં અમેરિકા સહિત મોટા ભાગના દેશોમાં જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે તેમને નોટિસ મળશે. જોકે, યુરોપ સ્થિત કર્મચારીઓને સ્થાનિક નિયમોને કારણે છટણી ટાળવાની તક મળશે.
આ છૂટ જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને નેધરલેન્ડના કર્મચારીઓને આપવામાં આવશે, જ્યારે એશિયા, આફ્રિકા અને યુરોપના અન્ય દેશોમાં 11 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે છટણીની સૂચનાઓ આપવામાં આવશે. મેટાએ પહેલાથી જ પુષ્ટિ આપી હતી કે તે તેના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓમાંથી 5 ટકાને છૂટા કરશે.