મુંબઈ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- કંપનીઓ લેબલ પર ‘મલ્ટીસોર્સ ઓઈલ’ લખી મોટો નફો રળી રહી છે
જો તમે વર્ષોથી જાણીતી બ્રાન્ડનું સરસવનું તેલ ખરીદી રહ્યા છો, તો ચકાશો તેમાં 80% સુધી રાઇસ બ્રાન ઓઈલ તો નથી ને. તમે જે ઓલિવ તેલ ખરીદી રહ્યા છો. તેમાં 80% રાઇસ બ્રાન ઓઇલ (ડાંગરની ભૂકીમાંથી કાઢવામાં આવેલું તેલ) પણ હોઈ શકે છે. તેનો અર્થ એ થયો કે આ તેલમાં સરસવ અથવા ઓલિવ તેલનું પ્રમાણ માત્ર 20% છે. આ ભેળસેળ પાછળ બે કારણ છે – પ્રથમ, રાઈસ બ્રાન ઓઈલની કિંમત સરસવની સરખામણીમાં રૂ. 45/લીટર છે, તે સસ્તું છે. બીજું – 1 વર્ષ પહેલા ‘બ્લેન્ડિંગ’ કાયદામાં કેટલાક ફેરફારો થયા હતા, એટલે કે, મલ્ટી-સોર્સ તેલ લખીને તેમાં અન્ય તેલ 80% મિશ્રણ કરી શકાય છે.
તો જાણો, કંપનીઓ કેવી રીતે ભેળસેળ કરે છે…. 3 ફેબ્રુઆરી 2023ના રોજ બ્લેન્ડિંગ કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા હતા. તેમાં એફએસએસઆઈએ નિર્ણય લીધો કે કંપની કોઈપણ તેલમાં 20% કરતા ઓછા અન્ય તેલને મિશ્રણ કરી શકશે નહીં. જો તેમાં વધુ માત્રામાં અન્ય કોઈ તેલ મિલાવવામાં આવે તો તેને મૂળ ઓળખ સરસવ કે સોયાબીનના નામે વેચી શકાય નહીં. બ્રાન્ડમાં સ્પષ્ટ રીતે લખવું જોઈએ કે તે મલ્ટિસોર્સ તેલ છે. આ તેલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કેટલા પ્રમાણમાં મિશ્રણ કરાયું તે જણાવવું પણ જરૂરી છે. અગાઉ કંપનીઓ મૂળ તેલમાં 10% થી 20% અન્ય તેલ ભેળવીને તેને સરસવ અથવા સોયાબીનના નામે બજારમાં વેચતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે કેટલીક કંપનીઓએ તેમની બ્રાન્ડના સરસવના તેલના લેબલ પર લખવાનું શરૂ કર્યું કે ‘સરસવ તેલ’ બ્રાન્ડ નામ છે, પરંતુ કંપની દાવો કરતી નથી કે તે સરસવના તેલ જેવી જ ગુણવત્તા ધરાવે છે અને તેમાં 80% તેલ ભેળવવાનું શરૂ કર્યું, જે બજારમાં સૌથી સસ્તું હતું.
વર્ષો પહેલાં પામ તેલ સસ્તું હોવાથી તેને મિલાવવામાં આવતું, હવે રાઈસ બ્રાન ઓઈલનો ભેળસેળ માટે મોટા પાયે ઉપયોગ વધ્યો…
ઓલિવ ઓઈલ બ્રાન્ડ પર લખ્યું હશે મલ્ટિ-સોર્સ એડિબલ ઓઈલ, રિફાઈન્ડ રાઈસ બ્રાન 80% અને ઈમ્પોર્ટેડ ઓલિવ ઓઈલ 20 ટકા
- કંપનીઓ એક જ પ્રકારના તેલમાં ભેળસેળ કરે છે અથવા તેને બદલતી રહે છે? નિષ્ણાંતોનું માનીએ તો કંપનીઓનો એક જ ફોર્મ્યુલા છે, જે તેલ સસ્તું હોય તેનું ભેળસેળ કરે છે. એક વર્ષ પહેલા તમામ તેલમાં પામ તેલ ભેળવવામાં આવતું હતું. પરંતુ હવે પામ તેલ મોંઘુ થઈ ગયું છે. તેથી, રાઈસ બ્રાન ઉમેરવામાં આવે છે, કારણ કે તે હાલમાં સૌથી સસ્તો છે.
- કંપનીઓ સરસવ તેવ અને ઓલિવ ઓઈલમાં મલ્ટી-સોર્સ ઓઈલ કેમ લખવા લાગી? કોમ્યુનિકેશન એન્ડ હેલ્થ એજ્યુકેશનના ન્યુટ્રિશન ઇન્ફર્મેશન પ્રમુખ અને વિજ્ઞાની જીએમ સુબ્બારાવે જણાવ્યું કે – સરકારે 1990માં તેલના મિશ્રણને મંજૂરી આપી હતી. પરિણામે કંપનીઓએ સરસવના તેલમાં 80% જેટલા અન્ય તેલ ભેળવવાનું શરૂ કર્યું. 2021માં સરકારે તેના પર રોક લગાવી. 2023માં બનેલા કાયદામાં લેબલ પર તેલના મિશ્રણ વિશે માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી હતી. આ મિશ્રિત તેલ પહેલાની જેમ તેમના મૂળ નામ સરસવ અથવા સોયાબીન સાથે વેચી શકાતા નથી. તે ફક્ત મલ્ટી- સોર્સ ઓઈલના નામ પર વેચી શકાય છે.
- જો આટલી મોટી માત્રામાં બીજું તેલ ઉમેરવામાં આવી રહ્યું છે, તો તેનો સ્વાદ કેમ બદલાયો નથી? ઓઈલ એક્સપર્ટનું કહે છે કે કંપનીઓ તેલ બનાવતી વખતે સમાન સ્વાદ અને રસાયણોનો ઉપયોગ કરે છે. તેનો સ્વાદ મૂળ સરસવ, સોયાબીન અથવા ઓલિવ તેલ જેવો જ છે. તેથી ગ્રાહકોને લાગે છે કે સ્વાદ બદલાયો નથી.
- આપણે જે ઓલિવ તેલ ખરીદી રહ્યા છીએ તે શુદ્ધ છે કે નહીં તે કેવી રીતે પારખવું? ઓલિવ તેલ એક ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ છે. તે ફ્રાન્સમાં ઉગતા ફળમાંથી કાઢવામાં આવે છે. તેની સ્પેલિંગ OLIVE છે.
એક્સર્ટ: દેશમાં 93 ટકા લોકો અંગ્રેજી નથી જાણતા, પરંતુ લેબર અંગ્રેજીમાં હોય છે ^ લેબલમાં કંપનીઓ માત્ર પોતાની બ્રાન્ડનો પ્રચાર કરી રહી છે. અંદર નાના અક્ષરોમાં લખે છે કે આ એક મલ્ટીસોર્સ તેલ છે. ફેરફાર માત્ર એક વર્ષ પહેલા થયો છે. લોકો મૂંઝવણમાં છે કે આ એ જ તેલ છે જે તેઓ લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ ખોટું છે. દેશની 93 ટકા વસ્તી અંગ્રેજી સમજી શકતી નથી, છતાં લેબલ અંગ્રેજીમાં છે. બાકીના 9 ટકા, જે લગભગ 12.9 કરોડ લોકો અંગ્રેજી સમજે છે પણ લેબલ વાંચ્યા વિના ઉત્પાદનો ખરીદે છે. સરકારે એ પણ તપાસવું જોઈએ કે શું મૂળ ઉત્પાદન વિશેની માહિતી લેબલમાં જાણી જોઈને છુપાવવામાં આવી રહી છે. > લોયડ મેથિયાસ, ગ્રાહક બાબતોના નિષ્ણાત