- Gujarati News
- Business
- Natural Diamond Prices Down 40% In Two Years, But Trend Set To Change, Exports Up 14% Amid Dwindling Supply
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
- નાતાલ પહેલાં અમેરિકા-યુરોપમાં ડાયમંડની માંગ વધશે, કિંમતમાં વધારાની શક્યતા
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે છેલ્લા બે વર્ષમાં નેચરલ ડાયમંડની કિંમતો 40% ઘટી છે. પરંતુ હવે આ ટ્રેન્ડમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. હવે માંગની સામે સપ્લાય ઘટવાને કારણે નેચરલ ડાયમંડ મોંઘા થઇ શકે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં ડાયમંડ પેનલના સંયોજક અજેશ મહેતા અનુસાર, બે મહિનાથી નેચરલ ડાયમંડની માંગ વધવાના સ્પષ્ટ સંકેત નજર પડી રહ્યા છે.
ઓગસ્ટમાં ભારતમાંથી પૉલિશ્ડ ડાયમંડની નિકાસ જુલાઇની તુલનાએ 14% વધી છે. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અત્યારે એ તબક્કે છે, જ્યાંથી કિંમત વધવાનું શરૂ થશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની વધતી માંગ તેનું કારણ છે. વિશ્વના જાણીતા ડાયમંડ એનાલિસ્ટ પૉલ જિમનિસ્કીએ હાલમાં જ ભારત ડાયમંડ બોર્સ લીડરશીપ સીરિઝ દરમિયાન કહ્યું હતું કે અત્યારના પડકારો છતાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ગ્લોબલ માર્કેટ $80 અબજની આસપાસનું છે.
અત્યારની સ્થિતિ પડકારજનક લાગી શકે છે, પરંતુ આગામી 10, 20 અને 30 વર્ષને જોતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અપાર સંભાવનાઓ રહેલી છે. વૈશ્વિક વસ્તી, મધ્યમ વર્ગનો વિસ્તાર અને લોકોની આવક વધવાને કારણે માંગ પણ વધશે.ઇન્ડેક્સ અનુસાર, સપ્ટેમ્બરમાં કિંમત 4.2% ઘટી છે. સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધી ડાયમંડ 35-40% સસ્તા થઇ ચુક્યા છે. એટલે કે બે વર્ષ પહેલા 1 લાખ રૂપિયામાં મળતા નેચરલ ડાયમંડ પણ 60-65 હજાર રૂપિયાના થયા છે.
આગામી દિવસોમાં આ ત્રણ મોટા કારણો ડાયમંડની ચમક વધારી શકે છે 1. ક્રિસમસ પહેલા અમેરિકા-યુરોપથી માંગ વધે છે: શાહ અનુસાર, પોલિશ્ડ ડાયમંડની કિંમતો હવે સ્થિર થઇ રહી છે. જેમ જેમ દિવાળી અને ક્રિસમસના તહેવાર નજીક આવી રહ્યા છે, ત્યારે આશા છે કે ડાયમંડની માંગ તેમજ કિંમત વધશે. તાજેતરના વર્ષોમાં ડે ટ્રેંડ રહ્યો છે તે અનુસાર ક્રિસમસથી એક મહિના પહેલા અમેરિકા અને યુરોપમાં ડાયમંડની માંગ વધી છે. અમેરિકામાં પૉલિશ્ડ ડાયમંડનું વધુ વેચાણ થાય છે. 2. ઇઝરાયલથી સપ્લાય ઘટવાથી ડાયમંડની કિંમતને વધુ સપોર્ટ : પેરાડાઇમ કોમોડિટી એડવાઇઝર્સના સંસ્થાપક બીરેન વકીલે કહ્યું કે ઇઝરાયલથી કાચા હીરાની સપ્લાય ઘટી છે. વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો કાચા હીરાનો નિકાસકારક ઇઝરાયલ એક સાથે હમાસ, હિઝબુલ્લા અને ઇરાનની સાથે ત્રણ મોરચા પર લડાઇ લડી રહ્યો છે. જેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં સપ્લાય ઘટી છે. જેને કારણે ડાયમંડની કિંમતને વધુ સપોર્ટ મળી રહ્યો છે.
ચીન પાછળ, ભારત હવે બીજુ સૌથી મોટું ડાયમંડ માર્કેટ ભારત આ વર્ષે ચીનને પછાડીને બીજુ સૌથી મોટું ડાયમંડ માર્કેટ બની ગયું છે. અમેરિકા પહેલા સ્થાન પર યથાવત્ છે, જ્યારે ચીન હવે ત્રીજા સ્થાન પર પહોંચી ચૂક્યું છે. જેને જોતા ચીને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સુધારવા માટે સ્ટિમ્યુલસ પેકેજ આપવાનું શરૂ કર્યું છે. તે ઉપરાંત બેઇજિંગ વહીવટીતંત્રએ પણ વ્યાજદરોમાં કાપ મૂક્યો છે. આ સાથે જ અમેરિકાની સાથે ચીનમાં પણ ડાયમંડનું વેચાણ તેજીથી વધવાની સંભાવના છે. આગળ જતા ટ્રેન્ડ સુધરશે.> પૉલ જિમનિસ્કી, ડાયમંડ એનાલિસ્ટ