5 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે કર્યા બાદ બપોરના સેશનમાં વેચવાલીનું પ્રેશર વધતાં તૂટ્યા હતાં.વૈશ્વિક સ્તરે ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં આરબીઆઈ વ્યાજના દરોમાં હાલ પૂરતો ઘટાડો નહીં કરે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.મોટાપાયે વેચવાલીના પગલે બીએસઈ માર્કેટ કેપ 452 લાખ કરોડ થઈ હતી.રોકાણકારોએ 8.62 લાખ કરોડ ગુમાવ્યા છે.
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ,તેમજ સ્થાનિક સ્તરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપની હારના સમીકરણો રચાતાં શેરબજાર ઘટ્યા છે.બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીની અસર પણ થઈ છે.એફઆઈઆઈએ ગત સપ્તાહે રૂ.40 હજાર કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી.
સેન્સેક્સ 638 પોઈન્ટના ઘટાળા સાથે 81050 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 188 પોઈન્ટના ઘટાળા સાથે 24985 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 855 પોઈન્ટના ઘટાળા સાથે 51016 પોઈન્ટના સ્તરે બંધ થયો.
સ્મોલ,મિડ કેપ શેરોમાં પણ આગભરાટમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ ખરાબ બની હતી.મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ટ્રેન્ડ નેગેટિવ બન્યો અને માર્કેટમાં ઘટાડો થયો.ઘણા મહત્વપૂર્ણ ડેટા પ્રકાશનો અને બજાર/આર્થિક ઘટનાઓ બજારની દિશાને પ્રભાવિત કરી શકે છે.રોકાણકારો ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં વિકાસ અને ક્રૂડ ઓઇલના ભાવ પર તેની અસર પર નજીકથી નજર રાખી રહ્યા છે.શુક્રવારે યુએસ શેરોમાં વધારો થયો હતો, જેમાં ડાઉ વિક્રમી ઊંચાઈએ બંધ થયો હતો અને નાસ્ડેક 1% થી વધુ અપેક્ષિત નોકરીના અહેવાલે રોકાણકારોને ખાતરી આપી હતી કે જેઓ અર્થતંત્ર ખૂબ નબળા હોઈ શકે છે. સોમવારેના કારોબારમાં તેલના ભાવમાં વધારો નોંધાયો હતો. એક વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક લાભ શુક્રવારે નોંધાયો હતો.મધ્ય પૂર્વમાં પ્રાદેશિક યુદ્ધના વધતા જોખમો વચ્ચે તેલના ભાવમાં વધારો થયો છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીસીએસ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,ભારતી ઐરટેલ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ, ઈન્ડીગો, રિલાયન્સ,ગ્રાસીમ,લાર્સેન,કોલ્પાલ,ટીવીએસ મોટર્સ,વોલ્ટાસ,એસીસી,હેવેલ્લ્સ ઇન્ડિયા,એસીસી,ભારત ફોર્જ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4178 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3422 અને વધનારની સંખ્યા 636 રહી હતી, 120 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 05 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24985 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24808 પોઇન્ટના પ્રથમ અને 24676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25088 પોઇન્ટથી 25180 પોઇન્ટ, 25202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51016 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50708 પોઇન્ટના પ્રથમ અને 50876 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51188 પોઇન્ટથી 51272 પોઇન્ટ,51303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50876 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઈન્ફોસીસ લીમીટેડ ( 1922 ) :- ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1903 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1947 થી રૂ.1955 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાન…!! મુથૂટ ફાઈનાન્સ ( 1901 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1860 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1848 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1937 થી રૂ.1950 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! હેવેલ્લ્સ ઇન્ડિયા ( 1922 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1948 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1898 થી રૂ.1880 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1960 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! સન ફાર્મા ( 1917 ):- રૂ.1947 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1955 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1894 થી રૂ.1880 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા… મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નવી રચાયેલી મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આવતા સપ્તાહે મળી રહેલી બેઠકમાં એમપીસી સતત દસમી વખત રેપો રેટ જાળવી રાખશે તેવી શકયતા વધી ગઈ છે. ઈરાન-ઈઝરાયલ તાણને જોતા એમપીસી વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ નહીં કરે તેવો મત પ્રવર્તી રહ્યો છે.વ્યાજ દર યથાવત રહેવાના કિસ્સામાં લોનધારકોએ ઈએમઆઈમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે.ત્રણ નવા સભ્યોની નિમણૂંક બાદ એમપીસીની સાત થી નવ ઓકટોબર દરમિયાન પ્રથમ વખત બેઠક મળી રહી છે.
વિશ્વ છેલ્લા કેટલાક વર્ષોથી જીઓપોલિટીકલ ટેન્શનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉ રશીયા અને યુક્રેન વચ્ચેનું યુદ્વ હજુ શમ્યું નથી અને બન્ને મોરચે છમકલા સતત ચાલુ છે,ત્યારે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈનમાં હમાસનો ખાતમો બોલાવ્યા બાદ લેબનોનમાં હિઝબુલ્લાને જમીનદોસ્ત કરવાની બતાવેલી આક્રમકતાં બાદ હવે ઈરાન પણ ઈઝરાયેલની આક્રમકતાને જોઈ હિઝબુલ્લાના સમર્થનમાં ઈઝરાયેલ પર ગત સપ્તાહમાં કરેલા બેલેસ્ટિક મિસાઈલોના મારાના પરિણામે ઈઝરાયેલ હવે ગમે તે ઘડીએ ઈરાન પર વળતો પ્રહાર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું છે. અમેરિકાએ ઈઝરાયેલને ઈરાનના ન્યુક્લિયર સ્થળો પર હુમલો નહીં કરવા સિવાય આપેલી લીલીઝંડીને ધ્યાનમાં લેતા ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર વળતો પ્રહાર થવાની અને એની સાથે આ યુદ્વ અંત તરફ આગળ વધવાની શકયતા રહેશે.ભારત માટે આયાત-નિકાસ મોરચે મોટું આર્થિક સંકટ સર્જાવાની સ્થિતિમાં આર્થિક વિકાસની ગણતરી પણ હાલ તુરત જોખમ છે.જ્યારે બીજી તરફ ચાઈના તેના અર્થતંત્રને ફરી રિકવરીની પટરી પર લાવવા જરૂરી બન્યું છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.