16 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શુક્રવારે ભારતીય શેરબજારમાં ગઈકાલે ગુરુવારે નોંધાયેલા મોટા કડાકા બાદ રેડ ઝોનમાં શરૂઆત કરી હતી. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસ, પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. વૈશ્વિક સ્તરે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સહિતના જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આગભરાટમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં માર્કેટબ્રેડથ ખરાબ બની હતી. એ ગુ્રપ, મિડ કેપ ઘણા શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ મોટું ઓફલોડિંગ કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટાળો થયો હતો.
સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાળા સાથે 81688 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 302 પોઈન્ટના ઘટાળા સાથે 25173 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 513 પોઈન્ટના ઘટાળા સાથે 51871 પોઈન્ટના સ્તરે બંધ થયો.
ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા 180 મિસાઈલ હુમલાના પરિણામે બન્ને દેશો વચ્ચે યુદ્વ ફાટી નીકળવાની દહેશત વચ્ચે ભારતીય શેર બજારોમાં ઘટાળો થયો હતો. યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલના ભાવો વધવાની પૂરી શકયતા અને ભારતનો વિશ્વ સાથેનો આયાત-નિકાસનો વેપાર ખોરવાઈ જવાથી આર્થિક મોટી નુકશાનીના ઊભા થયેલા જોખમે અને ચાઈનાના સતત સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ફોરેન ફંડોનું ફંડ ડાઈવર્ઝન ચાઈના તરફ વળવાના સંકેતોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી.
ભારતીય શેર બજારોમાં કાલે (3, ઓકટોબર 2024) 1769 પોઈન્ટ્સ નો કડાકો જે 5, ઓગસ્ટ 2024 બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. 5, ઓગસ્ટના પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્વના એંધાણ અને અમેરિકામાં બેરોજગારીના આંકમાં વધારા અને ઘર આંગણે સ્મોલ, મિડ કેપ શેરોના ઓવરવેલ્યુએશનના નેગેટીવ પરિબળોએ સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે 2686 પોઈન્ટ અને અંતે 2223 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. ઈરાન-ઈઝરાયેલ યુદ્વના સંજોગોમાં ભારતની ક્રુડ, પેટ્રોલીયમ ગેસની આયાતને અસર થવાની ભીતિએ ઓઈલ-ગેસ શેરોમાં મોટું ધોવાણ થયું હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા, લ્યુપીન, ઈન્ફોસીસ, ગ્લેનમાર્ક ફાર્મા, ઇપ્કા લેબ, એક્સીસ બેન્ક, ટાટા મોટર્સ, ગુજરાત ગેસ, વિપ્રો જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ, ટીસીએસ, ઈન્ડીગો, રિલાયન્સ, ગ્રાસીમ, લાર્સેન, કોલ્પાલ, ટીવીએસ મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વોલ્ટાસ, એસીસી, હેવેલ્લ્સ ઇન્ડિયા, ભારતી ઐરટેલ, સિપ્લા, ભારત ફોર્જ, બાટા ઇન્ડિયા, જીન્દાલ સ્ટીલ, ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4054 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2387 અને વધનારની સંખ્યા 1563 રહી હતી, 104 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 04 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25173 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25008 પોઇન્ટના પ્રથમ અને 24808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25202 પોઇન્ટથી 25272 પોઇન્ટ, 25303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 25008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51871 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51474 પોઇન્ટના પ્રથમ અને 51303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51979 પોઇન્ટથી 52088 પોઇન્ટ, 52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ લ્યુપીન લીમીટેડ ( 2207 ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2170 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2144 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2233 થી રૂ.2240 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2255 ઉપર તેજી તરફી ધ્યાન. સન ફાર્મા ( 1923 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1909 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1880 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1944 થી રૂ.1950 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! મુથૂટ ફાઈનાન્સ ( 1942 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1973 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1909 થી રૂ.1898 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1990 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! મહાનગર ગેસ ( 1912 ) :- રૂ.1947 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1955 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1898 થી રૂ.1880 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1970 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્વની ભીતિ વચ્ચે મિડલ ઈસ્ટમાં તનાવ વધતાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ઈઝરાયેલ સાથે સંકળાયેલી લિસ્ટેડ કંપનીઓના શેરો પર પણ નેગેટીવ અસર જોવાઈ છે. ઈરાન, ઈઝરાયેલ સાથેનો વૈશ્વિક વેપાર ખોરવાઈ જવાની શકયતા વચ્ચે ભારતના વેપારને પણ મોટો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે ક્રૂડના ભાવ વધવાની સાથોસાથ દેશની આયાત- નિકાસ પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી બીજી તરફ ચીન દ્વારા અર્થતંત્રને વેગ આપવા જાહેર કરાયેલ રાહત પેકેજના કારણે વિદેશી રોકાણકારો ભારત છોડી ચીન તરફ વળવાના સંકેતોની પણ બજાર પર પ્રતિકૂળ અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.
રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક 7થી 9 ઓકટોબરના યોજાઈ રહી છે. ફેબુ્રઆરી, 2023થી રિઝર્વ બેન્કે રેપો રેટ 6.50% જાળવી રાખ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટમાં અડધા ટકાના આવી પડેલા ઘટાડા બાદ રિઝર્વ બેન્ક પણ રેપો રેટ ઘટાડશે તેવી બજારને આશા છે. વર્તમાન નાણાં વર્ષમાં આરબીઆઈ વ્યાજ દરમાં બે વખત ઘટાડો કરશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી છે. ભારતના મજબૂત આર્થિક વિકાસ આરબીઆઈને ફુગાવાનું સંચાલન કરવામાં મદદરૂપ થઈ શકશે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ગયા નાણાં વર્ષમાં ભારતે 8.20%નો જોરદાર વિકાસ દર હાંસલ કર્યો હતો. વૈશ્વિક પ્રવાહો, જીઓપોલિટીકલ ટેન્શન અને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી સાથે સાથે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણામાં ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.