5 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ઈલોન મસ્કની સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે ભારતી એરટેલ સાથે સહયોગ સાધવા સફળ રહ્યા બાદ હવે રિલાયન્સ જિયો સાથે પણ કોલોબ્રેશનની તૈયારીના અહેવાલ વચ્ચે ભારત પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરવાના અમેરિકાના દબાણ સાથે અમેરિકી શેરબજાર મોટાપાયે થયેલા ધોવાણ અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક પડકારોને લઈ આઉટલૂક ડાઉનગ્રેડ થવા લાગતાં આજે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી 50% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત છતાં અનિશ્ચિતતાના દોર વચ્ચે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિ અને ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.77% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.62% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4105 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2457 અને વધનારની સંખ્યા 1518 રહી હતી, 130 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.67%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.62%, એનટીપીસી લી. 0.48%, સન ફાર્મા 0.45%, ટાટા સ્ટીલ 0.37%, ટીસીએસ લી. 0.25%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.19% અને કોટક બેન્ક 0.13% વધ્યા હતા, જયારે ઝોમેટો લી. 1.97%, ટાટા મોટર્સ 1.95%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.84%, એશિયન પેઈન્ટ 0.98%, બજાજ ફાઈનાન્સ 0.94%, મારુતિ સુઝુકી 0.93%, અદાણી પોર્ટ 0.88%, હિન્દુસ્તાન યુનીલીવર 0.78% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.73% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22444 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઈન્ટના પ્રથમ અને 22676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22373 પોઈન્ટ થી 22272 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22676 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48160 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48474 પોઈન્ટ પ્રથમ અને 48606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48008 પોઈન્ટ થી 47939 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 48606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ સન ફાર્મા ( 1683 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1660 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1633 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1696 થી રૂ.1707 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1714 ઉપર તેજી તરફી ધ્યાન…!!
હેવેલ્સ ઈન્ડિયા ( 1455 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1424 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1408 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1474 થી રૂ.1480 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
સિપ્લા લિ. ( 1460 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1494 આસપાસ વેચવાલી થકી રૂ.1444 થી રૂ.1424 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1508 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
વોલ્ટાસ લિ. ( 1394 ) :- રૂ.1417 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1434 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1373 થી રૂ.1360 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1440 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.
2024ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ 6.3-6.8% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.5% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર 2024 ત્રિમાસિકમાં ઘટી 5.6% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને 6.2% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના 4.8%થી ઘટીને નાણાકીય વર્ષ 2025-26માં 4.5% થશે.