38 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સોમવારે શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સાપ્તાહિક શરૂઆત નેગેટિવ રહી છે.વૈશ્વિક કોમોડિટીના નબળા ભાવ અને આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની પૂર્વે, હેવીવેઇટ મેટલ અને આઇટી શેરોમાં થયેલા નુકસાનને કારણે સોમવારે ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો મંદી જોવા મળી હતી.સેન્સેક્સ 500 પોઈન્ટ સુધી તૂટ્યો છે.સેન્સેક્સ 385 પોઈન્ટના ઘટાળા સાથે 81748 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 92 પોઈન્ટના ઘટાળા સાથે 24738 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 71 પોઈન્ટના ઉછાળા સાથે 53697 પોઈન્ટના સ્તરે બંધ થયો.ચીન અને યુરોપના આર્થિક ડેટા અને બોન્ડની વધતી જતી ઉપજને કારણે ઈક્વિટી વેલ્યુએશનને પડકાર્યા બાદ સોમવારે વૈશ્વિક શેરો નીચા ગયા હતા.
સોમવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ચીનનો વપરાશ નવેમ્બરમાં અપેક્ષા કરતાં વધુ ધીમો પડ્યો છે. ગયા મહિને છૂટક વેચાણ માત્ર 3% વધ્યું હતું, જે ઑક્ટોબરના 4.8% વૃદ્ધિ અને અર્થશાસ્ત્રીઓના 4.6% ની આગાહી કરતા ઘણું ધીમી હતી. ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષા મુજબ ઘણું હતું, જ્યારે ઘરની કિંમતો હજુ પણ ઘટી રહી હતી,જોકે ધીમી ગતિએ.ટોચના ઉપભોક્તા ચીનનું છૂટક વેચાણ નવેમ્બરમાં અપેક્ષા કરતાં નબળું હતું તે પછી નબળા વૈશ્વિક ભાવને ટ્રેક કરીને મેટલ સ્ટોક્સ 1% નીચામાં સમાપ્ત થયા, બેઇજિંગ પર ઉત્તેજના વધારવા માટે દબાણ જાળવી રાખ્યું કારણ કે તે બીજા ટ્રમ્પ વહીવટ હેઠળ વધુ યુએસ ટ્રેડ ટેરિફ માટે કૌંસ ધરાવે છે.યુક્રેન પર રશીયાએ મિસાઈલ હુમલા કરતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના અંદાજે અને ચાઈનાની સીઈડબલ્યુસી દ્વારા સ્ટીમ્યુલસ મામલે ખાસ કોઈ આશ્ચર્ય નહીં આપતાં ચાઈનાના બજારોમાં કડાકા પાછળ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં મેટલ-માઈનીંગ શેરો ઘટાળા પાછળ જતાં સેન્સેક્સ, નિફટી બેઝડ વેચવાલી જોવા મળી હતી. ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મેટલ શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓબેરોઈ રીયાલીટી,હવેલ્લ્સ ઇન્ડિયા,મુથૂટ ફાઈનાન્સ,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,બાટા ઇન્ડિયા,એક્સિસ બેન્ક,રામકો સિમેન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,ઈન્ડીગો,લાર્સેન,ગ્રાસીમ,એસીસી,હિન્દુસ્તાન યુનીલીવર,એચડીએફસી એએમસી,ઈન્ફોસીસ,રિલાયન્સ,લ્યુપીન,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4240 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1796 અને વધનારની સંખ્યા 2346 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 01 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 08 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- નિફ્ટી ફ્યુચર બંધ ( 24738 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24808 પોઇન્ટથી 24880 પોઇન્ટ, 24909 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
- બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ( 53697 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53474 પોઇન્ટના પ્રથમ અને 53303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53808 પોઇન્ટથી 53939 પોઇન્ટ,54008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- એસીસી લીમીટેડ ( 2256 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2208 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2188 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2274 થી રૂ.2280 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2293 ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચડીએફસી બેન્ક ( 1868 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1793 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1770 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1834 થી રૂ.1840 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓબેરોઈ રીયાલ્ટી ( 2261 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.2294 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2247 થી રૂ.2220 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2308 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- લ્યુપીન લીમીટેડ ( 2070 ):- રૂ.2108 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2123 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2044 થી રૂ.2018 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2130 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય,જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે. બીજી તરફ ચાઈના આર્થિક પડકારોમાંથી બહાર આવવાના પ્રયાસો છતાં સ્ટીમ્યુલસ અપર્યાપ્ત હોવાના મામલે દબાણ હેઠળ છે, ત્યારે ટ્રમ્પ સુકાન સંભાળવાની તૈયારીમાં હોઈ આ પડકારો વધવાની સંભાવનાએ અનિશ્ચિતતા વચ્ચે ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ચાઈના પાછળ વિશ્વ બજારોમાં મોટો આંચકો આવ્યો છે. અલબત ભારતીય શેર બજારોમાં આરંભિક ધબડકા બાદ વી-સેઈપ રિકવરી આવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝની ખરીદીને આભારી રહી છે. ફોરેન ફંડો શેરોમાં ખરીદદાર બન્યા છે. જેમાં પણ ચાઈના માટે અમેરિકાના આકરાં વલણથી એડવાન્ટેજ ભારત બનવાની અને ઉદ્યોગોમાં નવું વિદેશી રોકાણ ઠલવાશે એવી અપેક્ષાએ શેરોમાં પસંદગીની ખરીદી વધતી જોવાઈ છે. હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.
લેખક સેબી રજિસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.