48 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત સાથે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.46% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.11% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4229 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2877 અને વધનારની સંખ્યા 1203 રહી હતી, 149 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 3.12%, હિન્દુસ્તાન યુનીલીવર 1.99%, ઇન્ફોસિસ લી. 1.01%, નેસ્લે ઇન્ડિયા 0.66%, એશિયન પેઈન્ટ 0.45%, આઈટીસી લી. 0.31%, સન ફાર્મા 0.13% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.02% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 3.86%, ઝોમેટો લિ. 2.58%, લાર્સેન લી. 2.10%, ટાઈટન કંપની લી. 1.83%, મહિન્દ્રા & મહિન્દ્રા 0.97%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.87%, કોટક બેન્ક 0.85%, બજાજ ફાઈનાન્સ 0.72% અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22515 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22676 પોઈન્ટના પ્રથમ અને 22737 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22474 પોઈન્ટ થી 22404 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22676 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48315 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48606 પોઈન્ટ પ્રથમ અને 48676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48180 પોઈન્ટ થી 48080 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 48676 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1555 ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1517 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1505 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1573 થી રૂ.1580 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1588 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ ટેક મહિન્દ્ર ( 1486 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1460 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1434 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1503 થી રૂ.1520 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1467 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1490 આસપાસ વેચવાલી થકી રૂ.1434 થી રૂ.1420 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1508 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ ગ્લેનમાર્ક ફાર્મા ( 1400 ) :- રૂ.1444 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1454 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1383 થી રૂ.1370 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને બન્ને મોરચે ત્રીજા વિશ્વ યુદ્વનો ભય અને વર્લ્ડ ટ્રેડ વોરનો ભય બતાવતા રહીને શક્ય બને એટલી અમેરિકાના હિતમાં બિઝનેસ ડિલ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. વિશ્વ પર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામીને અમેરિકામાં ફુગાવા – મોંઘવારીની સ્થિતિ વણસવાના સંકેત અને એના પરિણામે ટેરિફમાં બેકફૂટ જવા લાગી ઓટો ઉદ્યોગ માટે મેક્સિકો, કેનેડા પરની ટેરિફને એક મહિનો મોકૂફ રાખ્યા છે. બીજી તરફ યુક્રેન મામલે અમેરિકા પોતાનું હિત સાધી મિનરલ્સ ડિલ કરવામાં ઝેલેન્સકીને ઝૂંકાવવા સફળ રહ્યા છે. યુરોપના દેશો પણ અમેરિકા સામે મોરચો માંડીને ટેરિફ મામલે અમેરિકાને ઝુંકાવવા અને પોતાનું હિત સાધવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે ચાઈના અમેરિકા પર ભીંસ વધારી રહ્યું હોઈ ચાઈના પણ તેના સંભવિત સંકટને જોઈ ભારત સહિતના દેશો સાથે સંબંધો સુધારીને તેના અમેરિકા સાથેના વેપારમાં નુકશાનની અસર શકય એટલી ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ ડેવલપમેન્ટ વચ્ચે હજુ અનિશ્ચિતતાનો દોર આગામી દિવસોમાં પણ કાયમ રહેવાની શકયતા છે ત્યારે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ 2, એપ્રિલથી લાગુ કરવા અમેરિકા મક્કમ હોવાની ચીમકીએ સંભવિત વૈશ્વિક પરિબળોને લઈ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.