6 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
કેલેન્ડર વર્ષ 2025ની ભારતીય શેરબજારમાં સતત બે દિવસ તેજી સાથે શુભ શરૂઆત થયા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે આતંકવાદી હુમલાઓના ટેન્શને જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકા અને બીજી તરફ ચાઈનીઝ શેરબજાર વર્ષ 2025ના પ્રથમ દિવસે ખુલતાની સાથે કડાકો નોંધાતા વર્ષ 2016 બાદની સૌથી ખરાબ શરૂઆત સાથે વર્ષ 2025 અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાએ શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભૂ-રાજકીય પ્રતિકૂળ પરિબળો તેમજ સ્થાનિકમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ડેટા નબળા જાહેર થતા ડોલર સામે રૂપિયામાં આજે પણ ઐતિહાસિક પીછેહઠ થવા પામી હતી. આજે કામકાજના પ્રારંભે જ રૂપિયો નીચા મથાળે ખુલ્યા બાદ ડોલરમાં એકધારી નવી લેવાલી પાછળ રૂપિયો ઈન્ટ્રા ડે તુટીને 85.75ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.33% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.02% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી અને યુટીલીટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4103 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1869 અને વધનારની સંખ્યા 2117 રહી હતી, 117 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.27%, એચડીએફસી બેન્ક 2.46%, ટેક મહિન્દ્ર 2.23%, અદાણી પોર્ટ 2.15%, ટીસીએસ લી. 2.03%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.97%, સન ફાર્મા 157%, આઈટીસી લી. 1.48%, લાર્સન લી. 1.42%, એચસીએલ ટેકનોલોજી 1.23% અને ભારતી એરટેલ 0.98 ઘટ્યા હતા, જયારે ટાટા મોટર્સ 3.33%, ટાઈટન કંપની લિ. 1.70%, હિન્દુસ્તાન યૂનિલિવર 1.49%, નેસલે ઈન્ડિયા 1.47%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.78%, મારુતિ સુઝુકી 0.62%, એનટીપીસી લી. 0.55%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.53%, બજાજ ફાઈનાન્સ 0.32% અને પાવરગ્રીડ કોર્પોરેશન 0.24% વધ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24092 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઇન્ટના પ્રથમ અને 24404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23939 પોઇન્ટથી 23880 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51259 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઇન્ટના પ્રથમ અને 50808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51373 પોઇન્ટથી 51404 પોઇન્ટ, 51474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 51474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજાજ ફિનસર્વ ( 1707 ) :- બજાજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1674 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1660 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1727 થી રૂ.1734 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1740 ઉપર તેજી તરફી ધ્યાન.
ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ ( 1322 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1273 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1338 થી રૂ.1350 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
બાટા ઈન્ડિયા ( 1447 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.1470 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1424 થી રૂ.1404 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1494 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ઓરબિન્દો ફાર્મા ( 1327 ) :- રૂ.1347 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1354 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1303 થી રૂ.1288 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1360 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, કેલેન્ડર વર્ષ 2024માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સીધું 99% ઘટી ગયું છે. એનએસડીએલના ડેટા પ્રમાણે, વર્ષ 2023માં ચોખ્ખો એફપીઆઈ ઇનફ્લો રૂ.1.71 લાખ કરોડ હતો તે ઘટીને વર્ષ 2024માં માત્ર રૂ.2026 કરોડ થઈ ગયો છે. એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે ત્યારે બીજી તરફ યુએસ અર્થતંત્ર મજબૂત બન્યું છે. આમ વૈશ્વિક બજારોમાં યુએસ અર્થતંત્રની મજબૂત સ્થિતિ અને સતત ઊંચા વ્યાજ દરોના કારણે રોકાણકારો યુએસ તરફ વળી રહ્યા છે. સાથે સાથે અર્થતંત્રને ઉપર લાવવા માટે ચીનની સરકારે જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના કારણે પણ ભારતને ફટકો પડયો છે. યુએસનાં બજારોની મજબૂતાઈએ ભારત સહિતના ઊભરતાં બજારોને અસર કરી છે.
આ ઉપરાંત ઘટતો જીડીપી વૃદ્ધિ દર, ઘટતા ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી કોર્પોરેટ અર્નિંગ વૃદ્ધિને કારણે પણ ભારતીય બજારો ઓછા આકર્ષક બની ગયાં છે. દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું ચિત્ર દર્શાવતા એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ નવેમ્બર માસમાં 56.50 હતો તે ઘટી ડિસેમ્બર માસમાં 56.40 સાથે 12 મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર 5.40% સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો હતો. ઓકટોબરની સરખામણીએ નવેમ્બરનો ફુગાવો ઘટીને આવ્યો છે, છતાં વધી રહેલી સ્પર્ધા અને ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં ડિસેમ્બર માસમાં સતત બીજા મહિને ઘટાડો ચિંતાની બાબત છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.