- Gujarati News
- Business
- Nifty Futures Will See A Sharp Sell off, The Bullish Trend Will Continue Above 24008 Points..!!
22 મિનિટ પેહલા
- કૉપી લિંક
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની શરુઆત સાવચેતી સાથે થઈ હતી, જો કે ટ્રમ્પની ટેરિફ નીતિના અમલીકરણમાં બેકફૂટ તેમજ યુરોપ – યુક્રેન વોર સહિતના જિઓ – પોલિટિકલ ક્રાઇસિસમાં રાહત તેમજ છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન – સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે એશિયન બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઉછાળો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.46% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.90% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4132 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2349 અને વધનારની સંખ્યા 1699 રહી હતી, 84 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 3.23%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.68%, એનટીપીસી લિ. 1.88%, લાર્સેન લિ. 1.76%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.40%, અદાણી પોર્ટ 1.38%, બજાજ ફાઈનાન્સ 1.37%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.22% અને ઝોમેટો લિ. 1.21% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ 5.56%, સન ફાર્મા 1.41%, કોટક બેન્ક 0.95%, ભારતી એરટેલ 0.82%, એચસીએલ ટેકનોલોજી 0.40%, મહિન્દ્રા & મહિન્દ્રા 0.35%, હિન્દુસ્તાન યુનીલીવર 0.32%, ટાટા સ્ટીલ 0.32%, મારુતિ સુઝીકી 0.09% અને નેસ્લે ઇન્ડિયા 0.07% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23777 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23939 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23676 પોઈન્ટ થી 23606 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51907 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51474 પોઈન્ટ પ્રથમ અને 51303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 52008 પોઈન્ટ થી 52108 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 52272 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એસબીઆઈ લાઈફ ( 1562 ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1523 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1508 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1577 થી રૂ.1584 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1590 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ વોલ્ટાસ લિ. ( 1441 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1423 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1407 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1464 થી રૂ.1470 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1529 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1553 આસપાસ વેચવાલી થકી રૂ.1505 થી રૂ.1490 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1560 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ⦁ સિપ્લા લિ. ( 1487 ) :- રૂ.1508 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1517 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1470 થી રૂ.1464 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1530 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.
વર્ષ 2024ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ 6.3-6.8% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.5% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર 2024 ત્રિમાસિકમાં ઘટી 5.6% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને 6.2% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના 4.8%થી ઘટીને નાણાકીય વર્ષ 2025-26માં 4.5% થશે.