નવી દિલ્હી13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેક કંપની ગૂગલની ‘Google ફોર ઈન્ડિયા’ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ ઇવેન્ટનું આ 10મું વર્ષ છે. આ ઇવેન્ટમાં, જેમિની AI હિન્દી અને અન્ય 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થવાની જાહેરાત કરવામાં આવી હતી.
હવે ગૂગલ પે પર ગોલ્ડ લોન પણ મળશે સમગ્ર દેશમાં ગૂગલ પે યુઝર્સ માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે. આ માટે ગૂગલે મુથૂટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી કંપનીએ પોતે આપી નથી.
ગૂગલે ભારતમાં AI માટે વ્હાઇટ પેપર બહાર પાડ્યું શ્વેતપત્રનું શીર્ષક “ભારત માટે એઆઈ ઓપોર્ચ્યુનિટી એજન્ડા” છે. તેનો ઉદ્દેશ્ય “ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારના ભારત AI મિશનને સાકાર કરવામાં મદદ કરવાનો છે – ‘ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું, AI-રેડી વર્કફોર્સનું નિર્માણ કરવું, ઇન્ક્લૂઝિવ એડોપ્ટેશન અને ઍક્સેસિબિલિટીને પ્રોત્સાહન આપવું.’
કંપની મેક ઇન ઇન્ડિયા પિક્સેલ 9ની જાહેરાત કરી શકે છે ગૂગલે ગયા વર્ષે આયોજિત એક ઇવેન્ટમાં ભારતમાં ગૂગલ પિક્સલ 8 ને લઈને પણ જાહેરાત કરી હતી. આ વખતે કંપની ગૂગલ પિક્સલ 9ને લઈને આવી જાહેરાત કરી શકે છે.
કંપની Google Payનો વિસ્તાર કરી શકે છે ગૂગલ I/O 2024 માં, કંપનીએ ઘણા નવા AI સોલ્યુશન્સ વિશે માહિતી આપી હતી. આ ઇવેન્ટમાં, Google AI ટૂલના વિસ્તરણને લગતા અપડેટ્સ પણ આપી શકે છે. કંપની ભારતમાં ગૂગલ વોલેટ પણ લોન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ ઇવેન્ટમાં ગૂગલ પેના વિસ્તરણને લગતી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. ભારત ગૂગલની સાથે કદમતાલ મેળવીને આગળ વધી રહ્યું છે ગૂગલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રોમા દત્તા ચૌબેએ ‘ગૂગલ ફોર ઇન્ડિાયા’ની 10મી એડિશન 2024 લૉન્ચ કરી. તેમણે કહ્યું- એ દિવસો યાદ કરો જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવવાનો મતલબ કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું અથવા બિલ ભરવાનું એક દિવસનું કામ હતું. છેલ્લા 20 વર્ષોમાં, ભારતે ગુગલની સાથે કદમતાલ મેળવી પ્રગતિ કરી છે. UPIએ ચૂકવણીમાં ક્રાંતિ લાવી છે, અને ઓર્ડર દસ મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરવામાં આવી રહ્યા છે.