મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 24મી જુલાઈએ બજેટના બીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
તે જ સમયે, નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,400ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ અને ઓટો શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે
- એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.22% અને હોંગકોંગનો હેંગસેંગ 0.67% ડાઉન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.17% નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે.
- 23 જુલાઈના રોજ યુએસ માર્કેટનો ડાઉ જોન્સ 0.14% ઘટીને 40,358 પર બંધ થયો હતો. NASDAQ 0.057% ઘટીને 17,997 થયો. S&P 500 0.16% ઘટ્યો.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ 24 જુલાઈના રોજ ₹2,975.31 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ₹1,418.82 કરોડના શેર ખરીદ્યા હતા.
શેરબજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું
બજેટમાં સરકારે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સમાં ફેરફાર કર્યો છે. આ કારણે ગઈ કાલે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1,278 પોઈન્ટ ઘટીને 79,224 પર પહોંચ્યો હતો. જોકે બાદમાં રિકવરી જોવા મળી હતી અને તે 73 પોઈન્ટના ઘટાડા સાથે 80,429ના સ્તરે બંધ રહ્યો હતો.
તે જ સમયે, બજેટ ભાષણ દરમિયાન નિફ્ટી પણ 435 પોઈન્ટ ઘટીને 24,074 પર આવી ગયો હતો. બજાર બંધ થાય તે પહેલાં તે પણ સુધર્યું અને 30 પોઈન્ટના ઘટાડા સાથે 24,479ના સ્તરે બંધ થયું. નિફ્ટીના 50 શેરોમાંથી 20માં ઉછાળો અને 29માં ઘટાડો નોંધાયો હતો. એકમાં કોઈ ફેરફાર થયો ન હતો.