મુંબઈ49 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 11મી નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,150ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,050ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઘટાડો અને 11માં તેજી જોવા મળી હતી. આજે બેન્કિંગ અને FMCG શેર્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ, ઓટો અને આઈટી શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે.
નિવા બુપા હેલ્થ-ઇન્શ્યોરન્સ IPOનો છેલ્લો દિવસ
પ્રાઈવેટ હેલ્છ ઇન્સ્યોરન્સ કંપની નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ ઈસ્યુ બે દિવસમાં કુલ 1.24 વખત સબસ્ક્રાઈબ થયો હતો. આ IPO રિટેલ કેટેગરીમાં 1.43 વખત, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 1.59 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.42 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
શેરબજારમાં આજે એટલે કે 11મી નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન માર્કેટમાં આજે ઘટાડો નોંધાયો હતો
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.39% ડાઉન છે. તેમજ, કોરિયાનો કોસ્પી 1.27% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.075%નો ઘટાડો છે.
- 8 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.59% વધીને 43,988 અને S&P 500 0.38% વધીને 5,995 પર બંધ થયો. નેસ્ડેક 0.09% વધીને 19,286 પર બંધ થયો.
- NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 8 નવેમ્બરના રોજ ₹3,404 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹1,748 કરોડના શેર ખરીદ્યા હતા.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા શુક્રવારે એટલે કે 8મી નવેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 55 પોઇન્ટના ઘટાડા સાથે 79,486 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 51 પોઈન્ટ ઘટીને 24,148ના સ્તરે બંધ થયો હતો.