મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ FY25ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી રહી છે. પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશને FY 2024-25 ના બીજા ક્વાર્ટરમાં ₹930 કરોડનો નેટ પ્રોફિટ થયો છે, જેની સરખામણીએ ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹290.5 કરોડની ખોટ થઈ હતી. કંપનીના નેટ પ્રોફિટમાં ₹1,345 કરોડનું યોગદાન હતું, જે મૂવી ટિકિટિંગ બિઝનેસ ઝોમેટોના વેચાણથી મળ્યું હતું.
મૂવી ટિકિટિંગ બિઝનેસના વેચાણમાંથી મળેલી રકમને બાદ કરતાં, પેટીએમને આ ક્વાર્ટરમાં ₹415 કરોડનું નુકસાન થયું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલા નુકસાન કરતાં વધુ છે. કંપનીએ આજે (22 ઓક્ટોબર) Q2FY25 એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા છે.
પેટીએમના શેરમાં 4%થી વધુનો ઘટાડો
પરિણામોની જાહેરાત પછી, પેટીએમના શેરમાં 4%થી વધુનો ઘટાડો થયો છે. તે 696 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેરે છેલ્લા એક મહિનામાં 6.88% અને છેલ્લા 6 મહિનામાં 84.41% રિટર્ન આપ્યું છે. જો કે, પેટીએમના શેરે છેલ્લા 1 વર્ષમાં 24.60% નું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
પેટીએમના શેર 4.08%ના ઘટાડા સાથે રૂ. 696.35 પર ટ્રેડ કરી રહ્યા છે.
પેટીએમની શરૂઆત 2009માં થઈ હતી
પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશને ઓગસ્ટ 2009માં પેટીએમ પેમેન્ટ એપ લોન્ચ કરી હતી. તેના ફાઉન્ડર વિજય શેખર શર્મા છે. હાલમાં, પેટીએમના દેશમાં 30 કરોડથી વધુ યુઝર છે. પેટીએમનું માર્કેટ કેપ લગભગ 28 હજાર કરોડ રૂપિયા છે.