નવી દિલ્હી37 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપતો જારી કરશે. PM મોદી સાંજે 4 વાગ્યે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી 2,000 રૂપિયાના હપતો દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે.
અગાઉ, કિસાન સન્માન નિધિનો 15મો હપતો 15 નવેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે 2 હજાર રૂપિયાના ત્રણ હપતોમાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે.
તમારા એકાઉન્ટમાં રુપિયા આવ્યા કે નહિ તે આવી રીતે ચેક કરો
- સૌથી પહેલા પ્રધાનમંત્રી કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
- હવે ડાબી તરફ આવેલા ‘Farmers Corner’ પર જાઓ
- અહી તમને ‘Beneficiary Status’નું ઓપ્શન મળશે
- ‘Beneficiary Status’ના ઓપ્શન પર ક્લિક કરો
- હવે તમારા સામે નવું પેજ ખુલશે
- નવા પેજ પર તમે આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે
- આપે જે વિકલ્પ પસંદ કર્યો છે, તે નંબર આપવામાં આવેલા સ્થાન પર નાખો
- હવે તમને ‘get data’ની લિંક પર ક્લિક કરવાનું છે. હવે તમારા સામે પૂરો ડેટા આવી જશે
ખાતામાં રૂપિયા નથી આવ્યા તો શું કરવું?
જો તમારા ખાતામાં રૂપિયા નથી આવ્યા તો તમે જિલ્લા કૃષિ અધિકારી સાથે વાતચીત કરી શકો છો. જો ત્યા વાત ન બને તો તમે કેન્દ્રિય કૃષિ મંત્રાલયની હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકો છો. તમે હેલ્પલાઈન નંબર 155261 તથા ટોલ ફ્રી 1800115526 નંબર પર સંપર્ક કરી શકો છો. તેના સિવાય તમે મંત્રાલયના આ નંબર(011-23381092) સાથે પણ સંપર્ક કરી શકો છો.
તેમાં તમારું નામ ઉમેરવામાં આવ્યું છે કે નહીં તે ચકાસો
- જો તમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હોય અને હવે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો તમે સરકારી વેબસાઇટ પર pmkisan.gov.in તપાસ કરી શકો છો. આ તેની પ્રક્રિયા છે…
- પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની યાદી ઓનલાઇન જોવા માટે સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો.
- વેબસાઈટ ખુલ્યા પછી મેનુ બાર જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ. ‘લાભાર્થી યાદી’ની લિંક પર ક્લિક કરો.
- તમારા રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
- ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાની જરૂર પડશે, જે પછી તમને માહિતી મળશે.
- સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવેલા ખેડૂતોના નામ રાજ્ય/જિલ્લાવાર/તહસીલ/ગામ તરીકે પણ જોઈ શકાય છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે?
આ યોજના હેઠળ એક વર્ષમાં નાના અને સીમાંત ખેડૂતોને (કુલ રૂ.6000) રૂ.2,000ના ત્રણ હપ્તા આપવામાં આવે છે. આ યોજનાના લાયક લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (csc) મારફતે પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નામાંકિત સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ જ ખેડૂતોની નોંધણી કરી રહ્યા છે.