4 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. 29 માર્ચે ગુડ ફ્રાઈડે અને 30 અને 31 માર્ચે સાપ્તાહિક રજાઓને કારણે શેરબજારમાં ટ્રેડિંગ નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી એપ્રિલે હોવાથી આજે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. આ સાથે ફંડોની એનએવી ઊંચી લઈ જવાની કવાયતમાં લાર્જ કેપ શેરોમાં મોટી ખરીદી કરીને પોર્ટફોલિયો વેલ્યુએશન ઊંચું લઈ જવારૂપી પસંદગીની મોટી ખરીદી થઈ હતી.
વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ ગોલ્ડમેન સેશ દ્વારા રિલાયન્સ માટે પોઝીટીવ આઉટલૂક રજૂ કરીને શેર માટે નાણા વર્ષ 2027 માટે ઉંચો ટાર્ગેટ મૂકતાં તેમજ આજે ફંડોએ બેન્કિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક તેમજ ફ્રન્ટલાઈન લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ લિ., ટીસીએસ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી ફ્યુચર નોંધપાત્ર ઉછાળા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ 655 પોઈન્ટના ઉછાળા સાથે 73651 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 133 પોઈન્ટના ઉછાળા સાથે 22464 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 375 પોઈન્ટના ઉછાળા સાથે 47600 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.62% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.33% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, કેપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, ઓટો, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ્સ, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3938 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2024 અને વધનારની સંખ્યા 1802 રહી હતી, 112 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 3.91%, બજાજ ફાઈનાન્સ 3.09%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2.53%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.26% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 2.21% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક 0.50 %, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.37%, એચસીએલ ટેક્નોલોજી 0.26% અને ટેક મહિન્દ્રા 0.26% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 3.26 લાખ કરોડ વધીને 386.93 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓ વધી અને 4 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22464 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22330 પોઇન્ટના પ્રથમ અને 22202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22505 પોઇન્ટથી 22570 પોઇન્ટ, 22606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47600 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48008 પોઇન્ટના પ્રથમ અને 48303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47474 પોઇન્ટથી 47330 પોઇન્ટ, 47202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 1935 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1909 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1955 થી રૂ.1964 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1980 ઉપર તેજી તરફી ધ્યાન.
એસબીઆઈ લાઈફ ( 1515 ) :- રૂ.1488 નો પ્રથમ તેમજ રૂ.1460 બીજા સપોર્ટથી લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1533 થી રૂ.1550 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
એચસીએલ ટેક્નોલોજી ( 1555 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1588 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1508 થી રૂ.1488 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1600 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
જેએસડબ્લ્યૂ સ્ટીલ ( 839 ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.880ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.823 થી રૂ.818 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતીય શેરબજારમાં તાજેતરમાં આવેલ અફડાતફડીમાં પ્રત્યક્ષ રીતે રોકાણ કરતા નાના રોકાણકારો દૂર થયા છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરતા રોકાણકારોનો ક્રેઝ અકબંધ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે એસઆઈપી તો રેકોર્ડ સ્તરે પહોંચી જ રહી છે પરંતુ હવે લમસમ એટલેકે એકસાથે કરવામાં આવતું રોકાણ પણ નવા શિખરસર કરી રહ્યું છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ છેલ્લા છ મહિનામાં એટલેકે ફેબ્રુઆરી 2024 સુધી અંદાજીત રૂ.46,200 કરોડનું રોકાણ મેળવ્યું છે, જે અગાઉના છ મહિનામાં પ્રાપ્ત થયેલા રોકાણ કરતાં લગભગ ત્રણ ગણું છે. જોકે લમસમની સાથે-સાથે એસઆઈપી દ્વારા નેટ રોકાણ પ્રમાણમાં સુસ્ત રહ્યું છે.
સપ્ટેમ્બર 2023થી ફેબ્રુઆરી 2024 વચ્ચે એસઆઈપી રોકાણ રૂ.38,210 કરોડ હતું, જે માર્ચ 2023થી ઓગસ્ટ 2023ના સમયગાળા કરતાં 22% વધુ છે. એકસાથે થતા રોકાણ એટલેકે લમસમ રોકાણમાં વધારો થવાથી ફેબ્રુઆરી દરમિયાન ઇક્વિટી સ્કીમોમાં ચોખ્ખો નાણાપ્રવાહ રૂ.26,860 કરોડ થયો, જે માર્ચ, 2022 પછીનો સૌથી મોટો આંકડો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના શેરોમાં આવેલ તેજી અંગે ચેતવણી આપીને વેલ્યુએશન પર સવાલ કરતા મિડકેપ-સ્મોલકેપમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરના મહિનાઓમાં ઈક્વિટી બજાર અસ્થિર બન્યું છે તેથી અગામી દિવસોમાં ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.