નવી દિલ્હી24 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારમણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. સંસદ ભવન પહોંચતા પહેલા નાણામંત્રી તેમના બે રાજ્ય મંત્રીઓ અને અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સીતારમણનું મોં મીઠું કરાવ્યું. નાણામંત્રીના હાથમાં લાલ બેગમાં બજેટ ટેબલેટ હતું.
બજેટ દિવસની ક્ષણો જુઓ 10 તસવીરોમાં…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના હાથે નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોં મીઠુ કરાવ્યું.

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનથી સીધા સંસદ પહોંચ્યા. તે છઠ્ઠું બજેટ રજૂ કરશે.

મીડિયાને લાલ બેગમાં બજેટ ટેબલેટ બતાવતા સીતારમણ. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી અને નાણા મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા.

બજેટ સંબંધિત દસ્તાવેજોને કડક સુરક્ષા વચ્ચે ટ્રકમાં સંસદ ભવન લાવવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બજેટની કોપી તમામ સાંસદોને આપવામાં આવશે.

નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. 2019થી 2024 સુધીની તેમની અલગ-અલગ તસવીરો. તે પહેલીવાર લાલ સાડીમાં જોવા મળ્યાં હતાં. આ વખતે તે બ્લૂ સાડીમાં જોવા મળ્યાં હતાં.

સોનિયા ગાંધી બજેટ સત્રમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે ગુલાબી સાડી સાથે બ્લેક ઓવર કોટ પહેર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળો કુર્તા પહેર્યો છે. તેના ઉપર તેમણે ક્રીમ રંગનું જેકેટ પહેર્યું છે.