- Gujarati News
- Business
- Ratan Tata’s 10 Thousand Crore Bequest, Shantanu, The Cook’s Portion, Also Includes The Names Of Siblings; Petdog Unlimited For ‘Tito’
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
રતન ટાટાનું અવસાન 9 ઓક્ટોબરે થયું હતું. 15 દિવસ પછી તેમની વસિયત સામે આવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, તેઓ10 હજાર કરોડ રૂપિયાની વસિયત છોડી ગયા છે.
તેમણે તેમની સંપત્તિમાં તેમના મિત્ર અને ટાટા ટ્રસ્ટના સૌથી નાના જનરલ મેનેજર શાંતનુ નાયડુ, ભાઈ જીમી ટાટા, સાવકી બહેનો શિરીન અને ડાયના જીજીભોય, હાઉસ સ્ટાફ અને અન્યનો ઉલ્લેખ કર્યો. પેટડોગ ટીટો (Tito)ની પણ હિસ્સેદારી છે.
ટાટાએ સ્ટાર્ટઅપ ગુડફેલોમાં તેમનો કેટલોક ભાગ શાંતનુના નામે તેમની વસિયતમાં રાખ્યો છે. વિદેશમાં તેમના શિક્ષણ પાછળ થયેલા ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રતનનું અલીબાગમાં 2,000 ચોરસ ફૂટનો બંગલો અને 350 કરોડની FD રતનની વસિયતમાં અલીબાગમાં 2,000 ચોરસ ફૂટનો બંગલો, મુંબઈના જુહુ તારા રોડ પર બે માળનું મકાન, રૂ. 350 કરોડથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને 165 અબજ ડોલર (લગભગ રૂ. 13.94 લાખ કરોડ)ની ટાટા ગ્રૂપમાં 0.83 ટકા ભાગીદારી શામેલ છે.
પેટડોગ ‘ટીટો’ માટે અનલિમિટેડ કેર
રતન ટાટાનો શ્વાન ‘ટીટો’. 5 વર્ષ પહેલા (2019) તેનું અવસાન થયું હતું. આ પછી તેમણે બીજો શ્વાનને દત્તક લીધો. તેનું નામ પણ ટીટો જ રાખ્યું.
ટાટાએ તેમના પેટડોગ ‘ટીટો’ની સંભાળ લેવાની જવાબદારી પણ લીધી હતી. આ માટે ‘અનલિમિટેડ કેર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ટીટો’ને લગભગ 5-6 વર્ષ પહેલા દત્તક લેવામાં આવ્યો હતો. વસિયતનામા મુજબ ટીટોની દેખરેખની જવાબદારી રસોઈયા રાજન શોને સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાના વસિયતમાં તેમના બટલર સુબ્બૈયા માટે પણ જોગવાઈ છે. રાજન શો અને સુબૈયા છેલ્લા ત્રણ દાયકાથી રતન ટાટા સાથે જોડાયેલા છે.
શાંતનુ 2014માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા શાંતનુ અમેરિકાથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ 2014માં ટાટા ગ્રુપમાં જોડાયો હતો. તેના ઓફિસના કામની સાથે, તેણે સામાજિક કાર્ય પણ કર્યું, જેણે ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને ખૂબ પ્રભાવિત કર્યા. નાયડુએ ટાટા સાથે મળીને 2022 વડીલો માટે ‘ગુડફેલો’ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
રતન ટાટા અને શાંતનુ. (ફાઇલ તસવીર)
મિલકતનો મોટો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનને જશે રતને આ વસિયત મુજબ મિલકતની વહેંચણીની જવાબદારી તેની સાવકી બહેનો શિરીન અને ડાયના જેજીભોય અને વકીલ ડેરિયસ ખંબાટા અને તેના નજીકના મિત્ર મેહલી મિસ્ત્રીને આપી છે. રિપોર્ટની તમામ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને જશે.
₹13.9 લાખ કરોડનોની ટાટા ગ્રુપમાં ટાટા ટ્રસ્ટની 66% હિસ્સેદારી ટાટા ટ્રસ્ટનું મહત્વ અને કદ એ અર્થમાં સમજી શકાય છે કે તે ટાટા ગ્રુપની સખાવતી સંસ્થાઓનું એક જૂથ છે. 13 લાખ કરોડની આવક સાથે તે ટાટા ગ્રુપમાં 66% હિસ્સો ધરાવે છે.
ટાટા ટ્રસ્ટમાં સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. ગરીબી નાબૂદી, આરોગ્યસંભાળ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા આ ટ્રસ્ટો રતન ટાટાના વારસાનો અભિન્ન ભાગ છે.
સાવકા ભાઈને ટાટા ટ્રસ્ટની જવાબદારી મળી રતન ટાટાનું આ મહિને 9 ઓક્ટોબરની રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા.
તેમના મૃત્યુના એક સપ્તાહ બાદ 17 ઓક્ટોબરે સાવકા ભાઈ નોએલ ટાટા (66)ને ‘ટાટા ટ્રસ્ટ’ના અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેઓ પહેલેથી જ બે ફેમિલી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ટાટાના નિધન પછી નોએલ એકમાત્ર દાવેદાર હતા. જો કે તેમના ભાઈ જીમીનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ તે પહેલાથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે.
રતન ટાટા 1990થી 2012 સુધી ગ્રુપના ચેરમેન હતા 28 ડિસેમ્બર, 1937ના રોજ જન્મેલા રતન ટાટા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતા. રતન ટાટા ગ્રુપના ચેરિટેબલ ટ્રસ્ટના વડા હતા.
રતને પોતાના વારસને એક નવા સ્તરે પહોંચાડ્યો. તેમણે એર ઈન્ડિયાને પોતાના સામ્રાજ્યમાં સામેલ કરી. વિદેશી કંપની ફોર્ડે પણ તેના પોર્ટફોલિયોમાં લક્ઝરી કાર બ્રાન્ડ લેન્ડરોવર અને જેગુઆરનો ઉમેરો કર્યો છે.
રતન ટાટા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
1. માતા-પિતા અલગ થયાં, દાદીએ ઉછેર કર્યો:પરિવારને વરસાદમાં ભીંજાતા જોઈને સૌથી સસ્તી કાર બનાવી, રતન ટાટા કહેતા… જોખમ ન ઉઠાવવું સૌથી મોટું જોખમ
ભારતના સૌથી જૂના બિઝનેસ ગ્રુપના વડા રતન ટાટાનું નિધન થયું. તેઓ ટાટા સન્સના માનદ ચેરમેન હતા. તેમણે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 7 ઑક્ટોબરે તેમના હૉસ્પિટલમાં જવાના સમાચાર પણ આવ્યા હતા, પરંતુ તેમણે પોસ્ટ કરી હતી કે તેઓ ઠીક છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…