નવી દિલ્હી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજથી (3 માર્ચ) એટલે કે બુધવારથી શરૂ થશે. આ બેઠક 5 માર્ચ સુધી ચાલશે. નાણાકીય વર્ષ 2024-25ની આ પ્રથમ બેઠક હશે.
નિષ્ણાતોના મતે, આ બેઠકમાં RBI દ્વારા રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવાની આશા નથી. હાલમાં રેપો રેટ 6.50% પર યથાવત છે. RBIએ ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં કોઈ વધારો કર્યો ન હતો.
નાણાકીય વર્ષ 2022-23માં રેપો રેટ 6 વખતમાં 2.50%નો વધારો કર્યો હતો
મોનેટરી પોલિસીની બેઠક દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં મળી હતી. ત્યારબાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2જી અને 3જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને RBIએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો.
રેપો રેટમાં આ બદલાવ 22 મે, 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થયો. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયો. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી મોનેટરી પોલિસીની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો હતો.

RBI શા માટે રેપો રેટમાં વધારો કે ઘટાડો કરે છે?
RBI પાસે રેપો રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી ટુલ છે. જ્યારે મોંઘવારી ઘણી વધુ હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો RBI તરફથી બેંકોને મળેલી લોન મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. તેનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે. જો નાણાંનો પ્રવાહ ઘટશે તો માંગ ઘટશે અને મોંઘવારી ઘટશે.
એ જ રીતે, જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે આરબીઆઈ તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. આ ઉદાહરણથી સમજીએ. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ, ત્યારે માંગમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધાર્યો હતો.
રિવર્સ રેપો રેટમાં વધારો- ઘટાડો થવાથી શું થાય છે?
રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને રુપિયા રાખવા પર વ્યાજ આપે છે. જ્યારે આરબીઆઈને બજારમાંથી લિક્વિડિટી ઘટાડવી હોય છે ત્યારે તે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. બેંકો આરબીઆઈ પાસે તેમના હોલ્ડિંગ માટે વ્યાજ મેળવીને તેનો લાભ લે છે. અર્થતંત્રમાં ઊંચા ફુગાવા દરમિયાન આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. આ કારણે બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે ભંડોળ ઓછું થઈ જાય છે.