- Gujarati News
- Business
- Renewable Energy Will Benefit Steel, Manufacturer, Engineering Sector, Sector Will Become Cost Effective
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- મજબૂત અસર સેક્ટરના અર્નિંગ ગ્રોથમાં વૃદ્ધિ જોવાશે, ઇકોનોમીને વેગ મળશે
રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 2030 સુધીમાં 570 ગીગાવોટના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે ત્યારે આ સેક્ટરમાં મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. રીન્યુએબલ એનર્જીના કારણે સીધો ફાયદો સ્ટીલ, મેન્યુફેક્ચરિંગ તથા એન્જિનિયરિંગ સેક્ટરને મળી શકે છે તેવો નિર્દેશ ગાંધીનગરમાં યોજાયેલી સમિટમાં ટોચના નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે આગામી પાંચ થી સાત વર્ષમાં ટોચના સેક્ટરમાં કોસ્ટ ઓફ સેવિંગ ઇફેક્ટિવ બનશે જેના કારણે કોર્પોરેટ સેક્ટરમાં અર્નિંગ ગ્રોથ મજબૂત બનશે અને તેનો સીધો ફાયદો સેક્ટર ઉપરાંત દેશની ઇકોનોમીને મળશે.
રિલાયન્સ, અદાણી, વારી ઉપરાંત રીન્યુ પણ વાર્ષિક 1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે રોકાણ કરશે. આ 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત થશે. આ ભારતની વાર્ષિક 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનની અંદાજિત ક્ષમતાના 20% છે. આ ગ્રીન હાઇડ્રોજન પહેલથી વધારાની 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી કરવા માટે તૈયાર છે. કંપની 6 ગીગાવોટ ઇનગોટ/વેફર ક્ષમતા, 6 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન અને 10 ગીગાવોટ સોલર મોડ્યુલને ટેકો આપવા માટે સૌર ઉત્પાદન સુવિધાઓ પણ સ્થાપિત કરશે, તેનાથી આશરે 5,000 નોકરીઓનું સર્જન થશે.
સોલાર મેન્યુફેક્ચરિંગમાં વારી માર્કેટ લિડર છે. ગુજરાતમાં 12 GW મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે. તેમજ વધારાના 5.4 GW માટે નવી ક્ષમતા વિકસીત કરાઇ રહી છે. કંપની પીએલઆઇ હેઠળ વધારાના 6.0 GWનો ઉમેરો કરશે. કંપનીએ આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે તેમ કંપનીના સીઇઓ અમીત પાઇથંકરે નિર્દેશ કર્યો હતો.
વિન્ડ એનર્જીમાં સુઝલોન આગામી દરેક વર્ષે 500 કરોડનું રોકાણ કરશે. ગુજરાત, તામીલનાડુ, કર્ણાટકમાં ફોકસ કરી રહી છે. દેશમાં અત્યારે સરેરાશ 200GWમાંથી વિન્ડમાં 47 GW છે જે 2030 સુધીમાં 100 GWનું લક્ષ છે.
ઓફશોર વિન્ડ એનર્જી વર્ષ 2030 સુધીમાં 100 ગિગાવોટની સ્થાપિત પુનઃવપરાશી ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના લક્ષ્યાંક સાથે સંરેખિત છે જે દેશના સ્વચ્છ ઊર્જા પોર્ટફોલિયોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ડેનિશ એનર્જી એજન્સી, એનઆઈડબ્લ્યુઈ, સીઈઈડબ્લ્યુ, સુઝલોન, વેસ્તાસ, વેના એનર્જી, પાવરગ્રિડ, અરાન પાવર, એલએન્ડટી, એસ્સાર અને આઈઆઈએમ-એ જેવી અગ્રણી સંસ્થાઓએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં ઓફશોર વિન્ડ એનર્જી ચાવીરૂપ ભૂમિકા ભજવશે ગુજરાતના 1,600 કિમી દરિયાકિનારા અને સારી રીતે વિકસાવેલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેતા તેની પ્રચંડ ઓફશોર વિન્ડ એનર્જી સંભાવનાઓનો લાભ લેવા માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રિત હતી. પીપાવાવ દરિયાકાંઠે 500 મેગાવોટના ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ મેળવવા અને ગુજરાતમાં 10 ગિગાવોટ ઓફશોર વિન્ડ પાર્ક વિકસાવવા માટે સીબેડ બ્લોક્સની મંજૂરી સહિતની મહત્વની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.