મુંબઈ45 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં SBIનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 1% વધીને ₹17,035.16 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ₹16,884 કરોડ હતો.
તેમજ, બેંકનો ચોખ્ખો નફો પણ ત્રિમાસિક ધોરણે 17.69% ઘટ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં (Q4 FY24) બેંકનો નફો રૂ. 20,698 કરોડ હતો. SBIએ શનિવારે (3 ઓગસ્ટ) ના રોજ Q1FY25 એટલે કે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.
બેંકની કુલ આવક 13.55% વધી
જૂન ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વાર્ષિક ધોરણે 13.55% વધીને રૂ. 1,22,687 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,08,038 કરોડ હતી. તેમજ, બેંકની આવક ત્રિમાસિક ધોરણે 4.45% ઘટી છે.
વ્યાજની ચોખ્ખી આવક 5.71% વધી
જૂન ક્વાર્ટરમાં પંજાબ SBIની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (NII) વાર્ષિક ધોરણે (YoY) 5.71% વધીને રૂ. 41,125 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 38,905 કરોડ હતી.
પરત ન મળેલી રકમ NPA થઈ જાય છે
જો બેંક દ્વારા આપવામાં આવેલી લોન અથવા એડવાન્સ સમયસર પરત કરવામાં ન આવે તો બેંક તે રકમને NPA અથવા નોન-પરફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરે છે. સામાન્ય રીતે, જો 90 દિવસ સુધી રિટર્ન ન મળે, તો બેંક લોન અથવા એડવાન્સ રકમ NPA યાદીમાં મૂકે છે.
SBIના શેરે એક વર્ષમાં 43.56% વળતર આપ્યું
એક દિવસ અગાઉ એટલે કે શુક્રવારે SBIના શેર 1.73% ઘટીને રૂ. 847.75 પર બંધ થયા હતા. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 7.56 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. છેલ્લા છ મહિનામાં, બેંકના શેરોએ તેના રોકાણકારોને 31.85% વળતર આપ્યું છે. બેંકના શેર એક વર્ષમાં 43.56% વધ્યા છે.
SBI દેશની સૌથી મોટી બેંક છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી સરકારી બેંક છે. સરકાર SBIમાં 57.59% હિસ્સો ધરાવે છે. તેની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. બેંકનું મુખ્યાલય મુંબઈમાં છે. બેંકની 22,500થી વધુ શાખાઓ અને 50 કરોડથી વધુ ગ્રાહકો છે. બેંક વિશ્વના 29 દેશોમાં કાર્યરત છે. તેની ભારત બહાર 241 શાખાઓ છે.