મુંબઈ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓલા ઈલેક્ટ્રીકને સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લૉન્ચ કરવાની મંજૂરી મળી છે. ઓલા ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક કંપની છે. બેંગલુરુ ખાતે કંપનીએ 22 ડિસેમ્બર, 2023ના રોજ SEBI પાસે IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો હતો.
આ સાથે SEBIએ એમક્યોર ફાર્માસ્યુટિકલ્સને IPO લાવવાની મંજૂરી પણ આપી દીધી છે. કંપનીએ IPO લાવવા માટે ગયા અઠવાડિયે જ DRHP ફાઇલ કર્યું હતું. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનોનો વિકાસ, પ્રોડકેશન અને માર્કેટિંગ કરે છે.
ઓલા IPO દ્વારા રૂ. 5,500 કરોડ એકત્ર કરશે
DRHP મુજબ, ઓલા ઈલેક્ટ્રીકે ઓફર ફોર સેલ દ્વારા 9.52 મિલિયન શેર વેચવાની અને નવા શેર ઈશ્યુ કરીને રૂ. 5,500 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત કરી હતી. કંપનીના ફાઉન્ડર ભાવેશ અગ્રવાલ એકલા 4.73 કરોડ શેર વેચવા જઈ રહ્યા છે.
તેમજ, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ રૂ. 800 કરોડના નવા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે અને કંપનીના હાલના રોકાણકારો OFS દ્વારા 1.36 કરોડ ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે.
DRHP શું છે?
DRHP એ એવા દસ્તાવેજો છે જેમાં કંપની IPOનું આયોજન કરી રહી છે તે વિશે જરૂરી માહિતી ધરાવે છે. તે સેબીમાં દાખલ કરવામાં આવે છે. તે કંપનીની નાણાકીય બાબતો, તેના પ્રમોટર્સ, કંપનીમાં રોકાણ કરવાના જોખમો, ભંડોળ ઊભું કરવાના કારણો, ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે, વગેરે વિશેની મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે.
IPO શું છે?
જ્યારે કોઈ કંપની પ્રથમ વખત સામાન્ય જનતાને તેના શેર જાહેર કરે છે, ત્યારે તેને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO કહેવામાં આવે છે. કંપનીને તેનો બિઝનેસ વધારવા માટે પૈસાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, કંપની બજારમાંથી લોન લેવાને બદલે કેટલાક શેર લોકોને વેચીને અથવા નવા શેર જાહેર કરીને નાણાં એકત્ર કરે છે. આ માટે કંપની IPO લાવે છે.