55 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
બેંક ઓફ જાપાને 17 વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે પણ સિલેક્ટિવ ખરીદીએ મજબૂતી રહી હતી.
ઉપરાંત ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંત અને નાણાકીય વર્ષ 2023-24નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં 28, માર્ચના કેશ સેગ્મેન્ટમાં અંતિમ દિવસ હોવાથી શેરબજારમાં હવે વર્તમાન વર્ષ માટે એક જ ટ્રેડીંગ દિવસ જ રહી ગયા સાથે તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.
ફંડોએ બેન્કિંગ શેરોમાં એચડીએફસી બેન્ક, કોટક બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સેન લિ., બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની લિ., ભારતી એરટેલ સાથે ઓટો શેરોમાં મારુતિ સુઝુકી તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, રિયલ્ટી, પાવર, એનર્જી, ઓટો અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ 526 પોઈન્ટના ઉછાળા સાથે 72996 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 105 પોઈન્ટના ઉછાળા સાથે 22194 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 65 પોઈન્ટના ઉછાળા સાથે 46783 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.01% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.70% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, મેટલ, એફએમસીજી, યુટીલીટીઝ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3949 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2314 અને વધનારની સંખ્યા 1524 રહી હતી, 111 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 22 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 3.60%, મારુતી સુઝુકી ઈન્ડિયા 2.40%, બજાજ ફાઈનાન્સ 1.63%, ટાઈટન કંપની 1.52% અને કોટક મહિન્દ્રા બેન્ક 1.14% વધ્યા હતા, જ્યારે વિપ્રો 1.57%, એચસીએલ ટેક્નોલોજીસ 1.02%, ટીસીએસ 1.02%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.81% અને નેસલે ઈન્ડિયા 0.79% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.15 લાખ કરોડ વધીને 383.67 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 18 કંપનીઓ વધી અને 12 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22194 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22008 પોઇન્ટના પ્રથમ અને 21880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22232 પોઇન્ટથી 22303 પોઇન્ટ, 22330 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 46783 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47007 પોઇન્ટના પ્રથમ અને 47107 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 46606 પોઇન્ટથી 46474 પોઇન્ટ, 46303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47107 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસબીઆઈ લાઈફ ( 1487 ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1460 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1433 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1503 થી રૂ.1513 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1520 ઉપર તેજી તરફી ધ્યાન.
આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1088 ) :- રૂ.1064 નો પ્રથમ તેમજ રૂ.1055 બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1097 થી રૂ.1108 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
સિપ્લા લિ. ( 1473 ) :- રૂ.1490 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1507 ના સ્ટોપલોસે વેચવાલાયક. તબક્કાવાર રૂ.1460 થી રૂ.1444 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1520 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
વોલ્ટાસ લિ. ( 1093 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયન્સેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1109 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1078 થી રૂ.1065 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1120 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, હાલમાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે એટલું જ નહીં ચીનના વિકલ્પ તરીકે પણ તે ઊભરી રહ્યો છે. ભારતમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી રોકાણકારોને પણ સારા રોકાણની તકો પૂરી પાડવા સાનુકૂળ નીતિઓની જાહેરાત થતી રહે છે, આમ છતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં એફડીઆઈ મંદ પડી રહ્યાનું જણાય છે. રમકડાં ઉપરાંત જ્વેલરી, કપડા તથા મશીનરી સહિતના અન્ય કેટલાક ઉદ્યોગની નિકાસ કામગીરી સારી જોવા મળી રહી છે છતાં વિદેશી રોકાણકારો ભારતમાં અપેક્ષા પ્રમાણે રોકાણ કરતા નહીં હોવાનું પ્રાપ્ત આંકડા સૂચવે છે. વેપાર માટે સાનુકૂળ એવી ટેકસ પદ્ધતિ ઊભી કરવાના પ્રયાસો છતાં, ટેકસ જવાબદારીઓ સંબંધિત અનિશ્ચિતતા ચાલુ છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતનો નેટ એફડીઆઈ ઈન્ફલોઝ 38.40% ઘટી માત્ર 15.40 અબજ ડોલર રહ્યો છે. 25.53 અબજ ડોલરના એફડીઆઈ ઈન્ફલોઝ સામે 10.11 અબજ ડોલરનો આઉટફલોઝ જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષના આ ગાળામાં આ આંક અનુક્રમે 36.75 અબજ ડોલર અને 11.75 અબજ ડોલર રહ્યો હતો. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારતે હાલમાં જ ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે. વેપાર ખાધની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતે આ કરાર મારફત આગામી પંદર વર્ષમાં 100 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવે તેની તકેદારી લીધી છે. તાજેતરના સમયમાં યુનાઈટેડ આરબ એમિરેટસ તથા ઓસ્ટ્રેલિયા બાદ ભારતનો આ ત્રીજો મોટો મુકત વેપાર કરાર છે. જો કે દેશના જીડીપીની સરખામણીએ નેટ એફડીઆઈનો આંક નીચો જોવા મળી રહ્યો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.