મુંબઈ31 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 20 માર્ચે, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટની તેજી સાથે 75,900ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી 100 પોઈન્ટ વધીને 23,050ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
આજે, મીડિયા, આઇટી અને ઓટો શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2% થી વધુ વધ્યો છે. નિફ્ટી આઇટી 1.60% વધ્યો છે. ઓટો ઇન્ડેક્સ 1% વધ્યો છે.

અમેરિકન બજારોમાં તેજી જોવા મળી
- એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.066% ઘટ્યો છે. જાપાનનું નિક્કી આજે બંધ છે.
- ગઈકાલે એટલે કે બુધવાર, 19 માર્ચના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 1,096 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ 2,140 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
- 19 માર્ચે, અમેરિકાનો ડાઓ જોન્સ 0.92% વધીને 41,964 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 1.41% વધ્યો, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 1.08% વધ્યો.
એરિસઇન્ફ્રા સોલ્યુશન્સનો IPO આજે ખુલશે
એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે.
ગઈકાલે બજારમાં તેજી હતી
અગાઉ, ગઈકાલે એટલે કે 19 માર્ચે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 75,449પર બંધ થયો. નિફ્ટી 73 પોઈન્ટ વધીને 22,907 પર બંધ થયો હતો.