મુંબઈ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારે આજે એટલે કે 15મી જાન્યુઆરીના રોજ ઓલ ટાઇમ હાઈ રહ્યું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 73,288 ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 22,081ના સ્તરને સ્પર્શ્યો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો જોવા મળ્યો હતો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. વિપ્રોના શેરમાં 11 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આ ઉછાળો ત્રિમાસિક પરિણામો પછી દેખાય છે. તે જ સમયે, ટેક મહિન્દ્રાના શેરમાં પણ 5% થી વધુનો વધારો થયો છે.
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસનો IPO આજે ખુલશે
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડનો IPO આજથી જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ વર્ષનો આ બીજો મેઈનબોર્ડ આઈપીઓ છે, જે આ ઈસ્યુ દ્વારા રૂ. 1,171.58 કરોડ એકત્ર કરવા માગે છે.
આ IPO માટે, રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 35 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹397-₹418 નક્કી કર્યું છે. જો તમે ₹418ના IPOના પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,630નું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 455 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે ₹190,190નું રોકાણ કરવું પડશે.
આજે Jio ફાયનાન્સિયલ સર્વિસ સહિત ઘણી કંપનીઓના પરિણામો
આજેજિયો ફાઇનાન્શિયલ સર્વિસ, ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૂરજ ઇસ્ટેટ ડેવલપર્સ, વાઈબ્રેન્ટ ડિજિટલ અને ચ્વાઇઝ ઇન્ટરનેશનલ સહિત અનેક કંપનીઓ પોતાના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ જાહેર કરશે.
શુક્રવારે પણ ઓલ ટાઇમ હાઈ
આ પહેલા શુક્રવાર એટલે કે 12મી જાન્યુઆરીએ પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 72,720 અને નિફ્ટી 21,928ના સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 72,568 પર બંધ થયો. નિફ્ટી પણ 247 પોઈન્ટ વધીને 21,894ની સપાટીએ બંધ રહ્યો હતો. આઈટી અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી.