મુંબઈ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 24મી જૂને ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તેમજ નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુ નો ઘટાડો થયો છે. તે 23,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ અને મેટલ શેર્સમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં આજે લગભગ 3%નો ઘટાડો થયો છે. ટાટા સ્ટીલના શેરમાં પણ 2%થી વધુનો ઘટાડો થયો છે.
અમેરિકન શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ
ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે શુક્રવારે ભારતીય શેરબજારમાં વેચવાલી કરી હતી. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા અનુસાર, FIIએ ₹1,790.19 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ₹1,237.21 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
શુક્રવારે અમેરિકન શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. S&P 500 8.55 પોઈન્ટ ઘટીને 5,464.62 પર બંધ રહ્યો હતો. તેમજ, નેસ્ડેકમાં પણ 32.23 પોઈન્ટનો ઘટાડો હતો, તે 17,689.36ની સપાટીએ બંધ થયો હતો. ડાઉ જોન્સ 15.57 પોઈન્ટ ઉછળ્યો હતો.
એલાઈડ બ્લેન્ડર્સનો IPO આવતીકાલથી ખુલશે
એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ IPO લઈને આવી રહી છે. તેનો IPO 25 જૂનથી રિટેલ ગ્રાહકો માટે ખુલશે. કંપનીએ આ ઈસ્યુની પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી છે, જે ₹267-₹281 છે. રિટેલ રોકાણકારોને 27 જૂન સુધી IPOમાં રોકાણ કરવાની તક મળશે.
કંપની આ IPO દ્વારા રૂ. 1,500 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ IPOમાં ફ્રેશ ઈશ્યુ તેમજ ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઈશ્યુ હેઠળ રૂ. 1,000 કરોડના ફ્રેશ ઈક્વિટી શેર જાહેર કરવામાં આવશે. આ સિવાય હાલના શેરધારકોના રૂ. 500 કરોડના શેર OFS હેઠળ વેચવામાં આવશે.
શેરબજારમાં આજે એટલે કે 24મી જૂને ઘટાડો જોવા મળી રહ્યો છે.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ, ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 21 જૂને નિફ્ટીએ 23,667ના રેકોર્ડ સપાટીએ સ્પર્શ કર્યો હતો. જો કે, દિવસના કારોબાર બાદ તેમાં ઘટાડો આવ્યો હતો અને 65 પોઈન્ટના ઘટાડા સાથે 23,501ના સ્તરે બંધ રહ્યો હતો. તેમજ, સેન્સેક્સ પણ 269 પોઇન્ટ ઘટીને 77,209 ના સ્તરે બંધ થયો હતો.