મુંબઈ52 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે, ગુરુવાર (6 માર્ચ), અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ ડે-હાઈથી 600 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો છે. તે 100 પોઈન્ટ ઘટીને 73,600ના સ્તરે આવી ગયો છે. નિફ્ટી 25 પોઈન્ટ ઘટીને 22,300ના સ્તરે છે. મેટલ, ઓટો અને સરકારી બેંકોના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
નિફ્ટી મેટલ, ઓટો, રિયલ્ટી અને પીએસયુ બેંક ઈન્ડેક્સ લગભગ 0.5% વધ્યા. મીડિયામાં લગભગ 1%નો વધારો થયો છે. ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ લગભગ 1.50% વધ્યો છે. આઇટી અને એફએમસીજી ઈન્ડેકસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ, રિલાયન્સ અને એશિયન પેઇન્ટ્સના શેરમાં લગભગ 2%નો વધારો થયો છે.

એશિયન અને અમેરિકન બજારોમાં તેજી
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.82% અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 2.58%ની તેજી છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.05% વધ્યો છે.
- 5 માર્ચે, વિદેશી રોકાણકારો (FII) એ 2,895 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 3,370 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
- 5 માર્ચે, અમેરિકાનો ડાઓ જોન્સ 1.14% વધીને 43,006ની સપાટીએ બંધ થયો. S&P 500 1.12% વધ્યો, જ્યારે નેસ્ડેક કંપોઝિટ 1.46%ની તેજી રહી.
બુધવારે સેન્સેક્સ 740 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.
બુધવારે (5 માર્ચ), અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટના વધારા સાથે ૭૩,૭૩૦ પર બંધ થયો. નિફ્ટી 254 પોઈન્ટ વધીને 22,337 પર બંધ થયો. મેટલ અને સરકારી બેંકોના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.
નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 4.04% વધીને બંધ થયો. સરકારી બેંકના ઈન્ડેક્સમાં 3%, મીડિયામાં 3.14%, ઓટોમાં 2.60% અને આઇટીમાં 2.13%નો વધારો થયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ 2.32% વધીને બંધ થયો. હેલ્થકેર અને ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યા હતા.