મુંબઈ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 21મી જાન્યુઆરીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 23,350ના સ્તરે ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 15માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે ઓટો, આઈટી અને FMCG શેરમાં વધારો થઈ રહ્યો છે. તેમજ, બેન્કિંગ અને પાવર શેર્સ પર દબાણ જોવા મળી રહ્યું છે.
એશિયન બજારોમાં વધારો
- એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈમાં 0.13% અને કોરિયાના કોસ્પીમાં 0.19%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.17% વધીને કારોબાર કરી રહ્યો છે.
- NSEના ડેટા અનુસાર, 20 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 4,336 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 4,321 કરોડના શેર ખરીદ્યા હતા.
- 17 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.78%ના ઉછાળા સાથે 43,487 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.00% વધીને 5,996 પર બંધ થયો. નેસ્ડેક ઇન્ડેક્સ 1.51%ની તેજી રહી.
ડેન્ટા વોટર અને ઈન્ફ્રા સોલ્યુશનનો આઈપીઓ આવતીકાલથી ખુલશે ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો IPO આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુમાં 24 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપની 29 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે. કંપની આ ઈસ્યુ દ્વારા કુલ ₹220.50 કરોડ એકત્ર કરવા માંગે છે. જેમાં 75 લાખ નવા શેર જાહેર કરવામાં આવશે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી અગાઉ ગઈકાલે એટલે કે 20 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટના વધારા સાથે 77,073 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ વધીને 23,344ના સ્તરે બંધ થયો હતો.