મુંબઈ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 1લી જાન્યુઆરીએ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના વધારા સાથે 78,250ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 20 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે, તે 23,700ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઘટાડો અને 15માં વધારો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ અને એનર્જી શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ફાર્મા અને આઈટી શેરમાં તેજી જોવા મળી રહી છે.
ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ આઈપીઓનો બીજો દિવસ ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડના આઇપીઓ એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફરનો આજે બીજો દિવસ છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 2 જાન્યુઆરી સુધી બિડ કરી શકે છે. 7 જાન્યુઆરીએ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે સેન્સેક્સમાં 109 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા વર્ષ 2024 ના છેલ્લા ટ્રેડિંગ ડે એટલે કે 31 ડિસેમ્બરે સેન્સેક્સ 109 પોઈન્ટના ઘટાડા સાથે 78,139ના સ્તરે બંધ થયો હતો. તેમજ, નિફ્ટી કોઈપણ ફેરફાર વિના 23,644 ના સ્તરે બંધ થયો હતો.