- Gujarati News
- Business
- Sensex Falls More Than 200 Points, Share Market BSE Sensex NSE Nifty LIVE Update | BankNifty
મુંબઈ30 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 78,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 23,700ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 12માં વધારો અને 18માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 31માં વધારો અને 14માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે, 6માં કોઈ ફેરફાર થયો નથી.
NSE સેક્ટોરલ ઈન્ડેકક્ષમાં ફાર્મા, હેલ્થ કેર અને ઓઈલ એન્ડ ગેસમાં તેજી છે. તેમજ, મીડિયા, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરિયન માર્કેટ 1.23%ની તેજી, ચાઈનીઝ માર્કેટ 1.12% ડાઉન
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.35%નો ઘટાડો છે અને કોરિયાનો કોસ્પી 1.23%ની તેજી છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.12%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
- આજે ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક લિમિટેડ અને કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ ઈનવિટના IPOનો બીજો દિવસ છે. રોકાણકારો તેના માટે 9 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. આ શેર 14 જાન્યુઆરીએ BSE-NSE પર લિસ્ટ થશે.
- NSEના ડેટા અનુસાર, 7 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 1,491.46 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 1,615.28 કરોડના શેર ખરીદ્યા હતા.
- 7 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.42%ના ઘટાડા સાથે 42,528 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.11% ઘટીને 5,909 પર બંધ થયો અને નેસ્ડેક ઈન્ડેક્સ 1.89% ઘટીને 19,489 પર બંધ થયો.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
ગઈકાલે એટલે કે 7 જાન્યુઆરીએ સેન્સેક્સ 234 પોઈન્ટના વધારા સાથે 78,199 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 91 પોઈન્ટ વધીને 23,707 પર બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલ કેપ 945 પોઈન્ટની તેજી સાથે 55,282ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં તેજી અને 12 ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 32માં તેજી અને 18 ડાઉન હતા. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ થયો હતો. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં સૌથી વધુ 1.64%નો વધારો થયો હતો.