મુંબઈ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 27મી જાન્યુઆરીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 75,600ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટથી વધુ ઘટીને 22,900 પર ટ્રેડ કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો અને 4માં વધારો જોવા મળ્યો હતો. IT, એનર્જી અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારો માટે મિશ્ર કારોબાર
- એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈમાં 0.33%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.30% ઉપર છે. કોરિયાનું કોસ્પી આજે બંધ છે.
- NSEના ડેટા અનુસાર, 24 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 2,758 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 2,402 કરોડના શેર ખરીદ્યા હતા.
- 24 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.32%ના ઘટાડા સાથે 44,424 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.29% ઘટીને 6,101 પર બંધ થયો. નાસ્ડેક ઇન્ડેક્સ 0.50% ઘટ્યો હતો.
9 જાન્યુઆરીએ ડૉ. અગ્રવાલના હેલ્થ કેરનો IPO ખુલશે ડૉ. અગ્રવાલની હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 29 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અગાઉ 24 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 329 પોઈન્ટના ઘટાડા સાથે 76,190 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 113 પોઈન્ટ ઘટીને 23,092 ના સ્તરે બંધ થયો હતો.