મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 16મી મેના રોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 72,780ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટી પણ લગભગ 70 પોઈન્ટ ડાઉન છે. તે 22,120ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 9માં જ વધારો જોવા મળી રહ્યો છે.
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ આઈપીઓમાં રોકાણ કરવાની તક
ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા રોકાણ કરાયેલી કંપની ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સનો IPO 15 મેથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રિટેલ રોકાણકારો આ IPO માટે 17 મે સુધી બિડ કરી શકશે. તમારે ન્યૂનતમ એક લોટ એટલે કે 55 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹258-₹272 નક્કી કર્યું છે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 15મી મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 117 પોઈન્ટના ઘટાડા સાથે 72,987 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 17 પોઈન્ટ તૂટ્યો હતો. 22,200ની સપાટીએ બંધ રહ્યો હતો.