મુંબઈઅમુક પળો પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે ગુરુવાર, 27 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 77,100 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ગગડ્યો છે, તે 23,400ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
BSE પર 30 શેરોમાંથી 20 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઝોમેટોમાં તેજી છે અને ટાટા મોટર્સમાં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં, ઓટો સેક્ટરમાં સૌથી વધુ 2.32%નો ઘટાડો થયો છે. આ ઉપરાંત ફાર્મા, રિયલ્ટી અને એફએમસીજીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ટ્રમ્પે અમેરિકામાં વિદેશી કારો પર 25% ટેરિફ લાદ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિદેશથી આયાત થતી કાર પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી. તેની અસર ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્ર પર દેખાઈ રહી છે. આમાં 2% થી વધુનો ઘટાડો થયો છે. જગુઆર અને લેન્ડ રોવર કાર વેચતી ટાટા મોટર્સના શેર આજે લગભગ 6% ઘટ્યા છે.

ગ્લોબલ માર્કેટમાં ઘટાડો, FIIની ખરીદી ચાલુ…
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.93% ઘટ્યો છે જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.41% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.54% વધ્યો છે.
- 26 માર્ચે, અમેરિકાનો ડાઓ જોન્સ 0.31% ઘટીને 42,454 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 2.04% અને S&P 500 ઇન્ડેક્સ 1.12% ઘટ્યો.
- 26 માર્ચે, વિદેશી રોકાણકારો (FII) એ 2,240.55 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક રોકાણકારો (DII) એ 696.37 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
ગઈકાલે સેન્સેક્સ 728 પોઈન્ટ ઘટ્યો હતો
સતત 7 દિવસ સુધી તેજી બાદ, શેરબજાર ગઈકાલે એટલે કે બુધવારે (26 માર્ચ) ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 728 પોઈન્ટ ઘટીને 77,288 પર બંધ થયો. નિફ્ટી પણ 181 પોઈન્ટ ઘટીને 23,486 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો થયો અને 4 શેરોમાં વધારો થયો. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી વધુ 3.36%નો વધારો થયો હતો. જ્યારે NTPC અને Zomato ના શેર 2.5% ઘટ્યા. NSE પર 50 શેરમાંથી 40 શેરમાં ઘટાડો થયો જ્યારે 10 શેરોમાં વધારો થયો.